શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલી અને વૈશ્વિક પડકારો વચ્ચે મંદીનું જોર યથાવત છે.આજે સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ખૂલ્યા બાદ સતત તૂટ્યા છે. આઈટી શેર્સમાં પણ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.નબળા ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે આજે સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ 900 થી વધુ પોઈન્ટ તૂટી 77,000નું લેવલ પણ ગુમાવ્યું હતું.નિફ્ટી પણ 23400ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી 200 પોઈન્ટ ઘટાળો. શેરબજારમાં સતત મંદીનું જોર વધી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી તેની રેકોર્ડ ટોચથી 10%થી વધુ તૂટ્યા છે. જ્યારે રોકાણકારોએ પણ રૂ.50 લાખ કરોડથી વધુ મૂડી ગુમાવી છે. શેરબજારમાં મોટા કડાકા પાછળનું કારણ એફપીઆઈ અને એફઆઈઆઈ દ્વારા થઈ રહેલી વેચવાલી છે. સેન્સેક્સ 241 પોઈન્ટના ઘટાળા સાથે 77339 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 87 પોઈન્ટના ઘટાળા સાથે 23513 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 132 પોઈન્ટના ઉછાળા સાથે 50408 પોઈન્ટના સ્તરે બંધ થયો. અમેરિકામાં ટ્રમ્પને બહુમતી મળવાની સાથે ડૉલર ઇન્ડેક્સમાં આવેલી તેજીના પગલે આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, ફેડ રિઝર્વ જેરોમ પોવેલે વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ નકારતા આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. આજે બીએસઈ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઇન્ડેક્સ ૩%તૂટી ૪૦૮૬૧ની બોટમે પહોંચ્યો હતો.જો કે, આજે મેટલ અને રિયાલ્ટી શેર્સમાં નીચા મથાળે ખરીદી જોવા મળી છે. પરિણામે મેટલ અને રિયાલ્ટી ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. ઓટો શેર્સમાં પણ નજીવો સુધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,લ્યુપીન,ડીવીસ લેબ,લાર્સેન,કોટક મહિન્દ્રા બેન્ક,ટોરેન્ટ ફાર્મા,ટાટા કેમિકલ્સ,અદાણી પોર્ટસ,એયુ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં મહાનગર ગેસ 14%,ગુજરાત ગેસ૭%,ટીસીએસ 3%,ગ્લેનમાર્ક ફાર્મા 3%,ઈન્ફોસીસ 3%ઘટાળા સાથે,અદાણી એન્ટર.,ગ્રાસીમ,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,હવેલ્લ્સ,રિલાયન્સ,ટેક મહિન્દ્રા,ડીએલએફ,ભારતી ઐરટેલ,સિપ્લા એક્સીસ બેન્ક,બાટા ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4224 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2483 અને વધનારની સંખ્યા 1614 રહી હતી, 127 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 448 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 367 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23513 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23676 પોઇન્ટના પ્રથમ અને 23808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23474 પોઇન્ટથી 23404 પોઇન્ટ, 23373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50408 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50088 પોઇન્ટના પ્રથમ અને 50008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50474 પોઇન્ટથી 50570 પોઇન્ટ,50676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લીમીટેડ ( 2194 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2160 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2144 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2208 થી રૂ.2218 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2230 ઉપર તેજી તરફી ધ્યાન. સન ફાર્મા ( 1750 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1727 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1707 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1767 થી રૂ.1777 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. ઓબેરોઈ રીયાલીટી ( 1910 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1949 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1890 થી રૂ.1873 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1960 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. એચસીએલ ટેકનોલોજી ( 1836 ):- રૂ.1853 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1860 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1818 થી રૂ.1808 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1870 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે. અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા.ટ્રમ્પની ચાઈના વિરોધી નીતિ અને ખાતાકીય ફાળવણીમાં કટ્ટરતા જોવા મળતાં ફરી એડવાન્ટેજ ઈન્ડિયા બનવાના વિદેશી બ્રોકિંગ હાઉસોએ સંકેત આપી પરિસ્થિતિને કાબૂ બહાર જતી અટકાવી છે.
ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) કાઉન્સિલની ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં આરોગ્ય તથા જીવન વીમાના પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપશે તેવી શકયતા છે. કાઉન્સિલની બેઠક અગાઉ વર્તમાન મહિનામાં મળનારી હતી પરંતુ હવે તે 23 તથા 24 ડિસેમ્બરે યોજાનાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટની તૈયારીરૂપે વિવિધ રાજ્યોના નાણાં પ્રધાનોને હાલમાં મળી રહ્યા હોવાથી કાઉન્સિલની બેઠક ડિસેમ્બરમાં રાખવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયના જણાવ્યું હતું.જીએસટી પરના પ્રધાનોના જૂથે આરોગ્ય તથા જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટીમાં રાહત આપવા ભલામણ કરી છે. જીવન વીમા પ્રીમિયમ્સ પરના જીએસટી દરમાં સૂચિત રાહતથી સરકારને આવકમાં રૂ.૨૦૦ કરોડનો ઘટાડો થવાનો અંદાજ છે, જે અન્ય ચીજવસ્તુ પરના દર વધારી ભરપાઈ કરવા દરખાસ્ત હોવાનું જણાવ્યું હતું. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.