સુરતના સચીન વિસ્તારમાં તંલગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી સહિતના સાધનોથી શોધખોળ કરી હતી. સાંજે ઘર નજીક બોલથી રમતા-રમતા ગુમ થયો હતો
મળતી માહિતી પ્રમાણે, મુળ ઓરીસ્સાના વતની અને સચીનમાં તંલગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગૌડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એકનો એક 2 વષીય પુત્ર શુભમ છે. મનોજ સંચાખાતામાં કામ કરે છે. શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો. બાદમાં બાળક નહી દેખાતા તેના પરિવાર અને આજુ બાજુના લોકો ચિંતાતુર થઇને શોધખોળ આદરી હતી. જે.સી.બી મશીન વડે સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો
બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી. બાળક ન મળતા શંકા ગઈ હતી કે, બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે. જેથી ફાયર બિગ્રેડને જાણ કરતા ત્યાં પહોચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહી. બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી. બાદમાં જે.સી.બી મશીન વડે ખડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો. પરિવારજનોમાં માતમ છવાયો
સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસે સૌપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. જયારે બાળક પરિવારનો એકને એક લાડકવાય પુત્ર હતો. જોકે તેના મોતને લીધે પરિવારજનો માતમ છવાઈ ગઈ હતી. આ અંગે સચીન જી.આઈ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.