કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે 18 નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 8.30 વાાગ્યે CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે આજે 19 નવેમ્બરના અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંપૂર્ણ કાર્યક્રમ તારીખ: 19 નવેમ્બર 2024
કાર્યક્રમ- 1
ગાંધીનગર ફિલાટેલિક સ્ટેમ્પ પ્રદર્શન “ફિલા વિસ્ટા 2024”નું ઉદ્ઘાટન
સમય: સવારે 10:30
સ્થળ: દાંડી કુટીર, મહાત્મા મંદિર કાર્યક્રમ- 2
50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદ
સમય: સવારે 11:30 કલાકે
સમય: નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગાંધીનગર કાર્યક્રમ- 3
800 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે અત્યાધુનિક પશુ આહાર પ્લાન્ટનું નિર્માણ, ઉદ્ઘાટન
સમય: બપોરે 2:30 કલાકે
સમય: સાબર ડેરી, હિંમતનગર કાર્યક્રમ- 4
શેલા તળાવનું ઉદ્ઘાટન
સમય: સાંજે 4:00 કલાકે
સમય: શેલા, સાણંદ