back to top
Homeગુજરાતગુજરાતનું ગૌરવ વધાર્યું:મૂળ નવસારી જિલ્લાના ટાંકલ ગામના ડૉ. રીટાબહેન પટેલે IG તરીકે...

ગુજરાતનું ગૌરવ વધાર્યું:મૂળ નવસારી જિલ્લાના ટાંકલ ગામના ડૉ. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્યો

નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ વતની ડૉ. રીટાબહેન પટેલ. જેઓ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ ITBP ના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઇ કુટુંબ સમાજને અનેરૂ ગૌરવ અપાવ્યું છે. આ ફરજ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક “મેડલ” ના હકદાર પણ બન્યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં DIG તરીકે કાર્યરત હતા. હાલમાંજ તેમણે IG તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજયના પ્રથમ “નારી રત્ન” તરીકે સમગ્ર રાજય, સમાજ, કુટુંબ અને ગામને ડૉ. રીટાબહેને અનેરૂ ગૌરવ અપાવ્યું છે. તેઓ ધોડિયા આદિવાસી સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ડૉ. ગંભીરભાઇ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ.શ્રીમતી અરૂણાબહેનના પુત્રી રત્ન છે. એમના પતિ શરદકુમાર પણ ITBP માં IG તરીકે ફરજ બજાવે છે. મૂળ નવસારી જિલ્લાના ર્ડા. રીટાબહેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments