ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના રહેવાસી પ્રશાંત ગોમસેએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે એક જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ પાછલા 30 વર્ષથી નવસારી જિલ્લામાં નગરપાલિકા-ગ્રામ પંચાયત દ્વારા નગરપાલિકા-ગ્રામ પંચાયત વિસ્તારમાંથી ભેગા થતાં ઘરગથ્થું કચરો, સોલીડ વેસ્ટ અને અન્ય કચરા સહિત ગંદા પાણીનો નિકાલ નવસારી જિલ્લામાં થઈને વહેતી અંબિકા નદીના વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે. નદીના પટમાં કચરાનો નિકાલ કરે છે
સ્થાનિક પ્રશાસન જુદી-જુદી ઓથોરિટીએ કચરાના નિકાલ અંગે બહાર પાડેલા નિયમોના ચુસ્તપણે પાલન કર્યા વિના જ નદીના પટમાં કચરાનો નિકાલ કરે છે. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવી રહ્યો નથી તેમજ આ કચરાને જાહેરમાં બાળવામાં આવી રહ્યો છે. જેથી, હવા પણ દૂષિત થઈ રહી છે. અંબિકા નદીના પટમાં ઠલવાતો ઘન કચરો અંબિકા નદી અને તેના જલપ્રવાહને દૂષિત કરે છે અને આગળ જઇને દરિયાને પણ પ્રદૂષિત કરે છે. જે પર્યાવરણીય ચિંતા સહ ઉચ્ચસ્તરીય તપાસનો વિષય બને છે. જેથી પ્રત્યક્ષ અને પરોક્ષપણે પ્રદૂષણ ફેલાય છે. ઘન કચરો દરિયાઈ જીવો માટે નુકશાનકારક
આમ અંબિકા નદીનું પાણી આ ઘન કચરાના લીધે ચોમાસામાં વહેતા પાણી સાથે મિશ્ર થઈ નદી અંદરના તથા નદીનું પાણી દરિયાને જઈ મળે તો, દરિયાના અંદરના સજીવોને પણ નુકશાન પહોચાડે છે. જે દંડનીય અપરાધ છે. આ બાબતની લેખિત જાણ બધા સ્થાનિક ઉચ્ચ અધિકારીઓથી માંડીને સત્તાધીશો અને ગુજરાત રાજ્યના સચિવો સાથે ભારત સરકારના કેન્દ્રિય અધિકારીઓ, મંત્રીઓ, મંત્રાલય, આયોગોને કરવામાં આવી છે.