back to top
Homeગુજરાતદાહોદની આશ્રમ શાળાના ટ્રસ્ટીએ શિક્ષક પાસે લાંચ માગી:ટ્રસ્ટીનું સ્ટિંગ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે...

દાહોદની આશ્રમ શાળાના ટ્રસ્ટીએ શિક્ષક પાસે લાંચ માગી:ટ્રસ્ટીનું સ્ટિંગ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ધારાસભ્યના પિતાની પોલ ખોલી; 17 લાખની માગ કરી 12 લાખમાં ડીલ પાકી કરાઈ

દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ધારાધોરણ મુજબ શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરીએ હાજર કરવાની અવેજીમાં રૂપિયા 17 લાખની માંગણી કરાયાનો આક્ષેપ કરી કેટલાક વીડિયો પણ પુરાવારૂપે જાહેર કરવામાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો કરી તપાસની માગ પણ કરાઈ છે. જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે તે ટ્રસ્ટી(પ્રમુખ) બચુભાઈ એન. કિશોરી એ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનાં પિતા છે. નિમણૂક લેવા પહોંચેલા શિક્ષકોએ જ તેમનું સ્ટિંગ કરી દીધું છે. જ્યારે આની સત્યતા હોવાની ખરાઈ યુવરાજસિંહે કરી છે. જેમાં 17 લાખની માગ કરવામાં આવી હતી જોકે, છેવટે 12 લાખમાં ડીલ પાકી થાય છે. ભરતીઓમાં મોટા પ્રમાણમાં ગોબાચારીની ફરિયાદ
આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેવાડાના આદિજાતિનાં બાળકને પણ શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળા ચલાવવામાં આવે છે. આદિવાસી સમાજના અને વિસ્તારના બાળકોને આગળ લાવવા માટે અને શિક્ષણ આપવા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં આશ્રમ શાળા સ્થાપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ તમામ શાળાઓ થતી વિદ્યાસહાયક અને શિક્ષણસહાયક “ભરતી પ્રક્રિયા” ઉપર અમારી ચાંપતી નજર હતી. કેમ કે, પ્રમાણિક, લાયક અને હકદાર ઉમેદવારો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ભરતીઓમાં મોટા પ્રમાણમાં ગોબાચારી, ધાંધલી, ભ્રષ્ટાચાર,ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક પસંદગી પામ્યા હતા
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આવી જ ફરિયાદ દાહોદના ચોસાલાની કેદારનાથ આશ્રમ શાળા માટે મળી હતી. જેમાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક માટે જગ્યા બહાર પાડવામાં આવી હતી અને ધારાધોરણ પ્રમાણે ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા. ત્યારબાદ નિમણૂક આપવા માટે ઉમેદવાર પાસેથી રૂપિયા 17 લાખ જેટલા નાણાંની માંગણી કરવામાં આવી હોવાનો યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. એક ઉમેદવાર દ્વારા ફરિયાદ મળતાં સત્યતા અને તથ્યતા ચકાસવામાં આવી હતી. જેમાં આશ્રમ શાળાના ટ્રસ્ટી દ્વારા ઉમેદવાર પાસે પૈસાની માગણી પણ કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ યુવરાજસિંહ દ્વારા મીડિયાને આપવામાં આવ્યો છે. તમામ ભરતીઓની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી
વધુમાં તેમણે કહ્યું કે, આ એક ઉદાહરણરૂપ ઘટના છે. આવી તો અસંખ્ય ગેરરીતિ થતી હોય છે, પણ સામે નથી આવતી. અમે તો એકની માહિતી સામે લાવી શક્યા, બાકી સાચી નિષ્પક્ષ_તપાસ કરવામાં આવે તો સેંકડો આવા બોગસ લોકો મળી શકશે. અમારી માંગણી છે કે, આ એક દાખલા રૂપ અમે ઘટના સામે લાવ્યા છીએ છે. બાકી ભૂતકાળમાં સેંકડો ભરતી આ રીતે થઈ છે. આ પ્રકારની તમામ ભરતીઓની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. આ ભરતી બાબતે સરકાર તાત્કાલિક એક્શન લે. સંચાલકને કાયમી માટે બરતરફ કરી એની ઉપર ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે. બીજી અન્ય શાળાઓમાં પણ તપાસ કરવામાં આવે અને આવા કૌભાંડી, ભ્રષ્ટાચારીઓને દૂર કરવામાં આવે. જ્યાં પણ ક્ષતિઓ કે ત્રુટીઓ છે તેને દૂર કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments