back to top
Homeમનોરંજનન્યૂયોર્કમાં આયુષ્માન ખુરાના પર ડોલરનો વરસાદ!:કોન્સર્ટ રોકી કહ્યું- હું શું કરીશ આ...

ન્યૂયોર્કમાં આયુષ્માન ખુરાના પર ડોલરનો વરસાદ!:કોન્સર્ટ રોકી કહ્યું- હું શું કરીશ આ પૈસાનું, તમે દાન કરી દો; એક્ટરની વાતે ફેન્સનું દિલ જીતી લીધું

આયુષ્માન ખુરાના અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ ‘આયુષ્માન ભવ’ સાથે શિકાગો, ન્યુયોર્ક અને સેન જોસ જેવા શહેરોમાં પરફોર્મ કરી રહેલા એકટર-સિંગરને કોન્સર્ટ દરમિયાન ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ન્યૂયોર્ક કોન્સર્ટમાં એવી ઘટના બની જેની ચારેકોર ચર્ચા છે. ન્યૂયોર્કમાં આયુષ્માન પર ડોલરનો વરસાદ!
એક્ટર જ્યારે ન્યૂયોર્કમાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે તેના એક ચાહકે દેશી અંદાજમાં તેના પર ડૉલર ફેંક્યા. જે રીતે ગામડાઓ અને શહેરોમાં કોઈ કાર્યક્રમ દરમિયાન કલાકાર પર નોટો ફેંકવામાં આવે છે, તેવી જ રીતે આયુષ્માન ખુરાના પર ડોલર ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ તેનું રિએકશન જોવા જેવું હતું. આયુષ્માન ખુરાનાએ તે જ ક્ષણે કોન્સર્ટ રોકાવ્યો અને તે પૈસા કોઈ ચેરિટીમાં દાન કરવા કહ્યું. આયુષ્માનની આ ક્લિપ વાઈરલ થઈ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. આયુષ્માન ખુરાનાએ ફેન્સનું દિલ જીત્યું
આયુષ્માન ખુરાનાએ પહેલા સ્ટેજ પર પડેલા તે ડોલરો તરફ જોયું અને પછી દર્શકો તરફ જોયું અને એક હળવી સ્માઈ આપી. આ પછી, આયુષ્માન ખુરાનાએ પ્રેમાથી ચાહકને કહ્યું, પાજી, આવું ના કરો યાર. મહેરબાની કરીને આ ન કરો. તમે તેને ચેરિટીમાં દાન કરી શકો છો અથવા બીજું કંઈક કરી શકો છો. મહેરબાની કરીને આ ન કરો. હું તમારા આ પ્રેમ ખૂબ જ ખુશ છું. કૃપા કરીને તમે કોઈને કીધાં વગર દાન કરી દો. હું આ પૈસાનું શું કરીશ? વીડિયો વાઈરલ થયા બાદ ચાહકોએ એક્ટરના ખૂબ જ વખાણ કર્યા હતા. આયુષ્માન 8 વર્ષ પછી અમેરિકા પહોંચ્યો
આયુષ્માનની યુએસ ટૂર આઠ વર્ષ પછી ઈન્ટરનેશનલ મંચ પર તેની વાપસી દર્શાવે છે. પાંચ શહેરોના પ્રવાસમાં શિકાગો, ન્યુયોર્ક, સેન જોસ, ન્યુ જર્સી અને ડલ્લાસનો સમાવેશ થાય છે. આયુષ્માનની આગામી ફિલ્મ
આયુષ્માન મેડૉક ફિલ્મ્સની ‘થામા’માં જોવા મળશે, જે બ્લોકબસ્ટર હોરર-કોમેડી યુનિવર્સનો એક ભાગ છે. દિવાળી 2025માં રિલીઝ થવાની તૈયારીમાં રહેલી આ ફિલ્મ હોરર અને રોમાન્સનું મિશ્રણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments