back to top
Homeભારતપાકિસ્તાન-અફઘાનિસ્તાનથી દિલ્હી આવી રહ્યું પ્રદૂષણ:લાહોરમાં AQI 2000 પાર પહોંચ્યો; અમેરિકા, બ્રિટને પબ્લિક...

પાકિસ્તાન-અફઘાનિસ્તાનથી દિલ્હી આવી રહ્યું પ્રદૂષણ:લાહોરમાં AQI 2000 પાર પહોંચ્યો; અમેરિકા, બ્રિટને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ભાર મુકીને રાહત મેળવી

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ પાકિસ્તાનના બે શહેરો લાહોર અને મુલતાનમાં વાયુ પ્રદૂષણ 2000 AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ)ને પાર કરી ગયું છે. આને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન સરકારે આ બંને શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. દર વર્ષે શિયાળામાં સિંધુ-ગંગાના મેદાનોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરને પાર કરે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં, દિવાળી પછી પરાલી સળગાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. જેના કારણે પ્રદુષણમાં વધારો થાય છે. હાલમાં, નાસા દ્વારા જાહેર પાડવામાં આવેલી સેટેલાઇટ ઇમેજમાં, ભારત અને પાકિસ્તાનનો મોટો ભાગ ધુમ્મસની ચાદરથી ઢંકાયેલો જોવા મળે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધૂળ વધારી રહી છે દિલ્હીનું પ્રદૂષણ
શિયાળામાં, દિલ્હીનો 72% પવન ઉત્તર પશ્ચિમ તરફથી આવે છે. આ પવનો સાથે રાજસ્થાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ધૂળ દિલ્હી-NCR વિસ્તારમાં પહોંચે છે. તેમજ, થર્મલ ઇન્વર્ઝનને કારણે, પ્રદૂષણ વાતાવરણના ઉપરના સ્તર સુધી ફેલાઈ શકતું નથી. દિલ્હીની આસપાસના વિસ્તારોમાં તે ઝડપથી વધે છે. છેલ્લા 20 વર્ષથી, પેશાવરથી ઢાકા સુધી શિયાળાની ઋતુ દરમિયાન ધુમ્મસનું 3 કિમી જાડું પડ સતત જોવા મળે છે. શિયાળાની ઋતુમાં આ સ્તર વધુ ગાઢ બને છે. દિલ્હીનો વિસ્તાર લેન્ડ લોક છે, એટલે કે તેની આસપાસ માત્ર જમીન છે, સમુદ્ર નથી. આવી સ્થિતિમાં અહીંનું વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરને પાર કરી જાય છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ થર્મલ ઇન્વર્ઝન છે વાયુ પ્રદૂષણને રોકવા માટે ભારત સરકારની પહેલ અમેરિકા-બ્રિટને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપીને હવાના પ્રદૂષણને નિયંત્રિત કર્યું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments