back to top
Homeગુજરાતમણિપુર હિંસાનો રાજકોટમા વિરોધ:NSUIના કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી, 'મોદીજી મણિપુર...

મણિપુર હિંસાનો રાજકોટમા વિરોધ:NSUIના કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી, ‘મોદીજી મણિપુર ક્યો નહી જાતે?’નું પોસ્ટર લહેરાવ્યું

ભારત દેશનું મણિપુર સળગી રહ્યુ છે. હિંસાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે આજે રાજકોટ NSUI ના કાર્યકર્તાઓ બહુમાળી ભવન ચોક ખાતે એકત્ર થયા હતા અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે મણિપુરમાં હિંસા રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે એવો આક્ષેપ કરવામા આવ્યો હતો. છેલ્લા 1 વર્ષથી મણિપુરમાં થઈ રહેલી હિંસાને પગલે સ્થાનિક લોકોમાં અરાજકતા ફેલાઇ છે. જ્યાં દુષ્કર્મ સહિતની ઘટનાઓ શર્મનાક હોવાનુ જણાવ્યુ હતુ. કાર્યકરોએ પોસ્ટર પણ બતાવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, આખીર મોદીજી મણિપુર ક્યો નહીં જાતે?, ના મણિપુર એક હે, ના મણિપુર સેફ હે ‘. શાસક પક્ષ ધૃણિત વિભાજનકારી રાજનીતિ કરે છે
NSUIના અંકિત સોંદરવાએ જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષથી મણિપુરમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. એવામાં ફરી એકવાર હિંસા ભડકી છે. બે બાળકો અને એક મહિલાનો મૃતદેહ નદી કિનારેથી મળી આવ્યો છે આ જોતા એવું લાગી રહ્યું છે કે ડબલ એન્જિન સરકાર હેઠળ ન તો મણિપુર એક છે, અને ન તો મણિપુર સુરક્ષિત છે. મે 2023થી, રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને વધતી હિંસામાંથી પસાર થઈ રહ્યું છે. જેનાથી ત્યાંના લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે એવું લાગે છે કે, ભાજપ જાણી જોઈને મણિપુરને સળગાવવા માંગે છે, કારણકે તે પોતાની ધૃણિત વિભાજનકારી રાજનીતિ કરે છે. રાજ્યની જનતા ક્યારેય માફ નહી કરે
કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મણિપુરમાં નિષ્ફળ ગઈ છે. ગત તારીખ 7 નવેમ્બરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોની યાદીમાં નવા જિલ્લાઓ ઉમેરવામાં આવી રહ્યા છે અને આન તો મણિપુર એક છે, અને ન તો મણિપુર સુરક્ષિત છે.ગ સરહદે આવેલા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ફેલાઈ રહી છે. સુંદર સરહદી રાજ્ય મણિપુરમાં વર્તમાન સરકાર પૂરી રીતે નિષ્ફળ ગઈ છે. રાજ્યની જનતા ક્યારેય માફ નહી કરે. અહીંના લોકો કયારેય ભૂલશે નહીં કે તેમને તેમના પોતાના હાલ પર છોડી દીધા હતા અને તેમની વેદનાઓને દૂર કરવા અને ઉકેલો શોધવા માટે તેમના રાજ્યમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર કોઈ પ્રયત્ન કર્યા જ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments