સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ 2ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ 19 મી નવેમ્બર 2024 ના રોજ “વિશ્વ શૌચાલય દિવસ” નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે સૂચનો કર્યા હતા. જિલ્લામાં 19 નવેમ્બરથી “આપણું શૌચાલય આપણું સન્માન” અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં આગામી 10 ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સરપંચઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ સાથે સરકારની સહાયથી શૌચાલય બનાવનાર પાંચ જેટલા લાભાર્થીઓને વહીવટી મંજુરી હુકમો એનાયત કરાયા હતા.