રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂ.16.21 લાખની છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ હોલસેલ રેડીટાઈલ મરચન્ટ એસો.ના સભ્યો પાસેથી જથ્થાબંધ રેડીમેઈડ કપડાની ખરીદી કરી. આરોપીઓ પરિવાર સાથે ભાગી જતાં ભોગ બનનાર વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી. રેડીમેઈડ કપડાનો માલ ખરીદી પેમેન્ટ કર્યું
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર સત્યપાર્ક શેરી નં. 3માં રહેતા કાપડના વેપારી એન ધર્મેન્દ્ર રોડ પર આવેલા રાજકોટ હોલસેલ ટેક્ષટાઈલ મરચન્ટ એસોસીએશનના સભ્ય ગીરીશભાઈ ડાયાભાઈ સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેન્દ્ર રોડ પર મનીષ ટ્રેડીંગ નામે દુકાન ધરાવતા વેપારી બંધુ મનીષ હસમુખભાઈ ઉનડકટ અને જયદીપ ઉર્ફે જોલી હસમુખભાઈ ઉનડકટના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 20.09.2022થી 11.10.2024 સુધીમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.4,04,122નો રેડીમેઈડ કપડાનો માલ ખરીદી રૂ.1,10,313 આપ્યા હતાં અને બાકીના રૂ. 2,93,809 આપ્યા હતાં. રૂ. 53,269નો માલ લઈ રૂપિયા ચૂકવ્યા ન હતાં
ઉપરાંત આરોપીઓ એસોસીએશનના અન્ય વેપારીઓ એડી. બ્રધર્સના અલ્પેશભાઈ મૃગ પાસેથી રૂ. 1,16,242, અંજલી ગારમેન્ટવાળા ભાવેશભાઈ મૃગ પાસેથી રૂ. 2,28,548, વિશાલ ટ્રેડર્સ વાળા દિલિપભાઈ પુરોહિત પાસેથી રૂ. 26,625, રાજેશ ટ્રેડલીંક વાળા દેવેનભાઈ દોશી પાસેથી રૂ. 61,762, રાધીકા એન્ટરપ્રાઈઝવાળા નીમેષભાઈ દેસાઈ પાસેથી રૂ. 34,907, બાલાજી એન્ટરપ્રાઈઝ વાળા હસમુખભાઈ દેસાઈ પાસેથી 1,82,589, વર્ધમાન ટ્રેડીંગ વાળા વિપુલ રૂપાણી પાસેથી રૂ. 3,22,503, કોલેજિયન કલેક્શન વાળા ધવલભાઈ વાઘેલા પાસેથી રૂ. 60,075, આદીત્ય શર્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂ. 2,41,953 અને 3ડી પ્રોડક્ટના એજન્ટ દિપકભાઈ ગોહેલ પાસેથી રૂ. 53,269નો માલ લઈ રૂપિયા ચૂકવ્યા ન હતાં. રૂ. 16.21 લાખની છેતરપીંડી કર્યાનો ગુનો નોંધાયો
અવારનવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓ રૂપિયા આપતા ન હતા અને બંને આરોપી પોતાના પરિવાર સાથે ભાગી ગયા હોય. જેથી ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી બંધુ સામે રૂ. 16.21 લાખની છેતરપીંડી કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.