‘શાર્ક ટેન્ક’ જજ અને ભારત પેના ફાઉન્ડર અશનીરગ્રોવર ‘બિગ બોસ 18’ના છેલ્લા ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને તેને ફટકાર લગાવી હતી. અશનીરગ્રોવરનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેણે સલમાન ખાન વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. જે અંગે સલમાન ખાન ભડક્યો હતો. જેના પર હવે અશનીરગ્રોવરની પ્રતિક્રિયા સામે આવી છે. સલમાનની ફટકાર બાદ અશ્નીરના સૂર બદલાયા
શોમાં અશનીરે સલમાનની સામે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે કદાચ વીડિયો યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. આ માટે તેણે સલમાનની માફી પણ માગી હતી. પરંતુ વીકએન્ડ વોર ખતમ થયા પછી, અશનીરસલમાનની સામે જે કંઈ કહી શક્યો ન હતો, તેણે X પર લખ્યું અને પોસ્ટ કર્યું. અશ્નીરે X પર ‘બિગ બોસ’ની 6 પોઈન્ટમાં પોલ ખોલી
શોમાંથી પાછા આવ્યા બાદ અશનીરે સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ લખી અને સલમાન ખાન સાથેનો ફોટો પણ શેર કર્યો. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, મને આશા છે કે તમે બધાએ ‘બિગ બોસ’ વીકેન્ડ કા વારનો આનંદ માણ્યો હશે. મને પણ બહુ મજા આવી. અને ખાતરી છે કે એપિસોડને સારી TRP અને વ્યુઝ મળ્યા હશે. તેણે આ મામલે ઈશારા-ઈશારામાં પોતાનું સ્ટેન્ડ આપ્યું અને કહ્યું છે કે સલમાન ખાન સાથેની ડીલ અંગે જે આંકડા આપ્યા છે તે ખોટા નથી અને સલમાનને પહેલાથી જ ખબર હતી તેના શોમાં આવવાનો છું. શું છે સમગ્ર મામલો?
અશનીરગ્રોવરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે તેણે સલમાનને 7 કરોડમાં એક બ્રાન્ડ શૂટ માટે સાઈન કર્યો હતો જ્યારે સલમાનની ટીમનું કહેવું છે કે તેને માત્ર 4.5 કરોડ રૂપિયા જ મળ્યા હતા.