back to top
Homeગુજરાતસુરતમાં કૂતરો કરડવાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો!:પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી શકાય તેમ...

સુરતમાં કૂતરો કરડવાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો!:પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી શકાય તેમ હોવા છતા પોલીસે કોર્ટમાં રજૂ કર્યાની રજૂઆત, HCએ ASIને હાજર થવા નોટિસ પાઠવી

સુરતના અલથાણ વિસ્તારમાં દોઢ મહિના પહેલા એક સોસાયટીમાં બાળકને કૂતરો કરડવા મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે તે સમયે બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. દોઢ મહિના બાદ પણ આ વિવાદ શાંત નથી પડ્યો. જે બાળકને કૂતરો કરડ્યો હતો તે બાળકના માતાપિતા સામે પણ કૂતરાના માલિકોએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બાળકના માતાપિતાએ હવે હાઈકોર્ટમાં અરજી કરી રજૂઆત કરી છે કે, કૂતરાના માલિક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જાય તેમ હોવા છતા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરિવારની અરજી બાદ હાઈકોર્ટે અલથાણ પોલીસ સ્ટેશનના ASIને હાજર થવા નોટિસ પાઠવી છે. દોઢ મહિના પહેલા શું બન્યું હતું?
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બેન્ક કર્મચારી છે. તેઓ પોતાના પુત્ર આવીક જોષી સાથે 2 ઓક્ટોબરના રોજ પોતાની સોસાયટીની લિફ્ટમાં હતા અને જ્યારે લિફ્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ પાડોશીના પાલતુ શ્વાને તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. લિફ્ટમાંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના પાલતુ શ્વાને તેમના પુત્ર પર હુમલો કરી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકની માતા ખુશ્બુ શર્માએ આ અંગે સુરત વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વેસુ પોલીસે શ્વાનના માલિક આશિષ દુબે,પ્રશાંત ત્રિપાઠી સામે ગુનો નોંધ્યો હતો. શ્વાને ડાબા પગના સાથળના ભાગે બચકું ભરી લીધું હતુ
પિતા-પુત્ર 12માં માળે આવતા હતા અને બારમા માળે પહોંચતા લિફ્ટનો દરવાજો ખોલતા પહેલા જ પુત્ર આવીક જોશી બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ પિતા બહાર આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ પાડોશી આશિષ દુબેનો શ્વાન પુત્ર ઉપર અટેક કરતા તેના ડાબા પગના સાથળના ભાગે બચકું ભરી લીધું હતું અને તેને લોહી લોહાણ કરી ઇજાઓ પહોંચાડી હતી. બાળકની માતાએ જે તે સમયે જણાવ્યું હતું કે, 2 તારીખે મારા પતિ બાળકને બજાર ફરવા માટે લઈ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ લિફ્ટમાંથી આવી રહ્યા હતા. ત્યારે અમારા પાડોશીના શ્વાને મારા બાળક ઉપર અટેક કર્યો. જેના કારણે તેને ગંભીર ઇજાઓ આવી હતી. જ્યારે મારા પતિ બાળકને બચાવવા ગયા ત્યારે તેમને પણ શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાઓ ગંભીર હોવાથી તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. પરિવારે શ્વાનના માલિક પર ગેરવર્તનનો આક્ષેપ પણ કર્યો હતો. બાળકના માતાએ આ મામલે ચાર ઓક્ટોબરે અલથાણ પોલીસ મથકમાં કૂતરાના માલિકો સામે ફરિયાદ નોંધાવી હતી. કૂતરાના માલિકોએ વળતી ફરિયાદ કરી હતી
કૂતરાના માલિક આશિષ દુબે અને પ્રશાંત ત્રિપાઠીએ પણ તેઓની સામે ફરિયાદ કરનાર પરિવાર સામે ઘરમાં ઘૂસી બોલાચાલી કરી મારામારી કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસ સ્ટેશનમાં જામીન આપવાના બદલે કોર્ટમાં રજૂ કર્યાની રજૂઆત
બાળકના માતાપિતા દ્વારા હાઈકોર્ટમાં ખોટી FIR રદ કરવાની અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામીન પોલીસ સ્ટેશનમાં મળી જાય તેવા કેસમાં તમામ જામીનપાત્ર કલમો હોવા છતાં માતા-પિતાને પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા ચાર્જશીટ પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં એક અવમાનનાની અરજીમાં જામીનપાત્ર કલમ હેઠળ પોલીસ સ્ટેશન દ્વારા જામીન નામંજૂર કરવા માટે, હાઈકોર્ટે એએસઆઈ યોગેશ બાલુભાઈને નોટિસ આપી છે અને તેમને હાઈકોર્ટ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસે ગેરવર્તન કર્યાનો અરજદારનો આક્ષેપ
આ કેસમાં માતા-પિતાનું કહેવું છે કે 15/11/24 ના રોજ ASI યુનિફોર્મ પહેરીને તેમના ઘરે ગયા હતા જ્યારે તેમના બંને બાળકો ઘરે એકલા હતા અને બાળકને ધમકીભર્યા શબ્દોમાં તેમના પિતા અને માતા વિશે પૂછ્યું અને કહ્યું કે તેમને હવે ગાંધીનગર લઈ જવું પડશે અને તે જ દિવસે ASIએ એટલું દબાણ કર્યું કે રાત્રે 11:00 વાગ્યે ખુશબૂ જોશીને અલથાણ પોલીસ સ્ટેશન બોલાવીને નોટિસ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં, એએસઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર અલથાણપીડિત પક્ષને હેરાન કરવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે પીડિત પક્ષે આરોપી આશિષ દુબે અંકિતા ત્રિપાઠી અને પ્રશાંત ત્રિપાઠી સામે અલ્થાન પોલીસ સ્ટેશનમાં 04/10/24 ના રોજ કુતરાના 5 વર્ષના પુત્રના હુમલા સામે એફઆઈઆર નોંધાવી હતી. પિતા સુરતની બહાર બેંકમાં નોકરી કરે છે અને માતા તેના બે બાળકો સાથે સુરતમાં એકલી રહે છે પોલીસ ના વર્તન થી આખો પરિવાર ખૂબ જ પરેશાન છે અને ડરી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments