સુરતના બિલ્ડરના પુત્રના સંગીતમાં તેને ખભા પર ઊંચકીને બોલિવૂડના એનર્જેટિક સ્ટાર રણવીર સિંઘ નાચતા નજરે આવ્યા હતા. બિલ્ડર જયંતિ બાબરિયાના પુત્રના લગ્નમાં બોલિવૂડના સ્ટારે હાજરી આપી હતી. જેમાં રણવીર સિંહ પણ હાજર હતા. આ સાથે જ મલાઈકા અરોરા, દિયા મિર્ઝા, નોરા ફતેહી સહિત કોમેડી સ્ટાર ક્રિષ્ના અને ભારતી સિંઘએ પણ હાજરી આપી હતી. સંગીતમાં મલાઈકા અરોરા, નોરા ફતેહી અને દિયા મિર્ઝાએ ચાર ચાંદ લગાવ્યાં
ગત 16 નવેમ્બરની રાત્રે ગુજરાતના જાણીતા બિલ્ડરના જયંતી બાબરીયાના પુત્ર સ્મિતના સંગીતમાં બોલિવૂડના જાણીતા સ્ટારોએ હાજરી આપી હતી. બોલિવૂડના એનર્જેટિક સ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવનાર રણવીર સિંહ, મલાઈકા અરોરા, દિયા મિર્ઝા, નોરા ફતેહી સહિત કોમેડી સ્ટાર ક્રિષ્ના અને ભારતી સિંઘે હાજરી આપી હતી. રણવીર સિંહે સ્ટેજ પર પર્ફોર્મન્સ તો આપ્યું જ હતું, પરંતુ સાથોસાથ લોકોની વચ્ચે જઈ બિલ્ડરના પુત્ર સ્મિતને પોતાના ખંભે ઊંચકી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. રણવીર સિંહની હાજરીથી સંગીતમાં જાણે અલગ જ ઉર્જા આવી ગઈ હતી. ડાયમંડ કિંગ સવજી ધોળકિયા પણ ઝૂંમી ઉઠ્યાં
રણવીર સિંહ જ્યારે પર્ફોમન્સ આપી રહ્યો હતો, ત્યારે તેઓની બાજુમાં ડાયમંડ કિંગ સવજી ધોળકિયા પણ નજરે આવ્યા હતાં. જેઓ તેમની સાથે ઝૂંમતા જોવા મળ્યા હતા. આ સંગીતને બોલિવૂડ નાઈટ નામ આપવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સએ હાજરી આપી હતી. ભારતી સિંઘ અને મલાઈકા અરોરા ટ્રેનથી આવ્યાં હતાં
મલાઈકા અરોરાએ પોતાના અલગ-અલગ ગીતો પર લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. એટલું જ નહીં દિયા મિર્ઝાએ પણ પોતાના બોલિવૂડ ગીતો પર પર્ફોર્મન્સ આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાકી સાકી સોંગથી પોતાની અલગ ઓળખાણ બનાવનાર નુરા ફતેહીએ સંગીતમાં અલગ જ માહોલ બનાવી દીધો હતો. સંગીતના સાથો સાથ લોકો પેટ પકડીને હશે, આ માટે ક્રિષ્ના અને ભારતી સિંઘે પણ હાજરી આપી હતી. લોકોને તેઓએ ખૂબ હસાવ્યા હતા. ભારતી સિંઘ અને મલાઈકા અરોરા આ સંગીતના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ટ્રેનથી આવ્યા હતાં. જ્યારે અન્ય બોલિવૂડ સ્ટાર ખાસ પ્લેનથી સુરત આવ્યા હતા.