હમણાં જ આપણે બધાએ દિવાળી પર આપણા ઘરના ખૂણેખૂણાની સાફ સફાઈ કરી. આપણું આગણું ચોખ્ખું ચકચકાટ કર્યું જેથી લક્ષ્મીજી આપણાં ઘરે પધારે… આ સાફ સફાઈ બાદ આપણે સંતોષ અને ગર્વની લાગણી અનુભવી હશે. કેમ કે, એવું જરૂર લાગ્યું હશે કે વાહ મારૂં ઘર સૌથી સરસ છે… અને એમાં પણ જો નવા વર્ષે આવેલા મહેમાન તેના વખાણ કરે તો આપણે ગર્વથી ફૂલી ના સમાઈએ… પણ શું આટલો જ ગર્વ આપણે આપણાં સહિયારૂં આંગણું એટલે કે આપણા શહેર અમદાવાદ માટે કરી શકાય. શું આપણે કહી શકીએ કે, MY City, MY Pride. એટલે કે મારૂં શહેર, મારૂં ગર્વ. શું બારથી આવતા લોકો, પ્રવાસીઓને એવું લાગે છે કે, આપણું અમદાવાદ ખુબ જ સુંદર અમદાવાદ છે… જોવા જઇએ તો આપણું અમદાવાદ ખુબ જ સુંદર છે. ભારતનું એકમાત્ર UNESCO Heritage City… આપણી સંસ્કૃતિ અને કલા 11મી સદીથી વિકસે છે. અહીંયાનું સ્વાદિષ્ટ ભોજન અને ખમીરવંતી પ્રજાથી કોઈપણ પ્રભાવિત ના થયા એ શક્ય જ નથી. સિદ્દી સૈયદની જાણ હોય કે પોળ, દલપત રામ ચોક કે પછી શહેરનો ધમધમતો અને યુવાનોનો ફેવરિટ સિંધુ ભવન રોડ હોય… શહેરના તમામ વિસ્તારને કચરા મુક્ત કરીએ જેને જોઇ બધા કહે વાહ અને આપણે ગર્વ અનુભવીએ. ભારત સરકારે 2 ઓક્ટોબર, 2014થી સ્વચ્છ સર્વેક્ષણ શરૂ કર્યું છે. દર વર્ષે સિટીને તેમની વસ્તી અને એરિયા પ્રમાણે સ્વચ્છતામાં રેન્કિંગ આપવામાં આવે છે. જેમાં 7 વર્ષથી ઇન્દોરનું બાજી મારી રહ્યું છે. પરંતુ ગત વર્ષે સુરત પણ નંબર વન પર પહોંચ્યું હતું, પરંતું આપણું હેરિટેજ સિટી આપણું અમદાવાદ 15માં નંબર પર હતું. આ 15મો નંબર આપણા માટે શરમજનક આંકડો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવરાત્રિ દરમિયાન પોતાના મનની વાત કરતા કહ્યું હતું કે, અમદાવાદ સ્વચ્છતામાં નંબર વન કેમ ના આવી શકે? સાબરમતીના કિનારે વસેલું, જે શહેરથી ગાંધીજીએ દેશ-દુનિયાને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા તે અમદાવાદ હવે સ્વચ્છતામાં કેમ પાછળ? આપણા શહેરને ચોખ્ખું બનાવવું એ આપણી જવાબદારી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ઝૂંબેશ ઉપાડી છે. વર્ષો જૂની લેન્ડફિલ જેમ કે, પીરાણાને સાફ કરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં કોઈ કચાર રાખવામાં આવતો નથી. આનાથી આગળ હવે આપણે નાગરિકોનો ફેઝ અને રોલ આવે છે. દિવ્ય ભાસ્કર એક જવાબદાર મીડિયા હાઉસ છે અને આ ઝૂંબેશ ઉપાડી રહ્યું છે. ચાલો અમે અને તમે મળીને આપણું આંગણું આપણા અમદાવાદને સ્વચ્છ બનાવીએ. ભાસ્કરના ‘ચલ સાફ કરીએ’ કેમ્પેઇનમાં જોડાવો. આ કેમ્પેઇનના ભાગ રૂપે AMC કમિશન અને પાલિકાએ જે રીતે કમર કસી છે તે રીતે આપણે આ કેમ્પેઇનમાં જોડાઈએ અને આપણાં ઘરનું ફળિયું, સોસાયટી, રોડ-રસ્તા અને સિટીને ચોખ્ખી અને સ્વચ્છ કરીએ. તમે તમારી સોસાયટી એરિયામાંથી સેલ્ફ અવેરનેશના સહારે કરો, ટિપ્સ અને આઇડિયા આપો જે બધા અપનાવી શકે. તમે અમને ફોટા અને વીડિયો શેર કરો તે જગ્યા એથી જેની સફાઈ કરવાની જરૂર છે. અમે તેને અંત સુધી પહોંચાડીશું. દિવ્ય ભાસ્કરના સ્વચ્છતા કેમ્પેઇનમાં સહભાગી બનવા આ નંબર 9023117108 પર તમે સાફ કરેલી સોસાયટી, ઘર કે દુકાનના ફોટો અને વિગતો મોકલી શકો છો. તો આવો અને આપણે બનાવીએ અમદાવાદને સ્વચ્છતામાં નંબર 1… ચલ સાફ કરીએ…