back to top
HomeભારતEDITOR'S VIEW: હવા ઝેરી બની રહી છે:પ્રદૂષણ મામલે અમદાવાદથી અબ દિલ્હી દૂર...

EDITOR’S VIEW: હવા ઝેરી બની રહી છે:પ્રદૂષણ મામલે અમદાવાદથી અબ દિલ્હી દૂર નહીં, ગુજરાતીઓ રોજ 2 સિગારેટ જેટલો ધુમાડો શ્વાસમાં લે છે, એર એક્શન પ્લાનના 4 સ્ટેજ સમજો

બુધવારે મહારાષ્ટ્રમાં મતદાન છે. અહીંની રાજકીય હવા દિલ્હી જેટલી જ પ્રદૂષિત છે. પોલિટિક્સમાં એવું કહેવાય છે કે અબ દિલ્હી દૂર નહીં…હવે પ્રદૂષણમાં પણ એવું કહેવાશે કે અમદાવાદથી અબ દિલ્હી દૂર નહીં… દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર એટલો વધી ગયો છે કે જે માણસને સ્મોકિંગની ટેવ નથી તેનાં ફેફસાંમાં પણ રોજ 38 સિગારેટ જેટલો ધુમાડો જઈ રહ્યો છે. અમદાવાદ પણ દિલ્હીના પગલે આગળ વધી રહ્યું છે. આજે નહીં તો બે-પાંચ વર્ષ પછી અમદાવાદની હાલત દિલ્હી જેવી જ થવાની છે. નમસ્કાર, દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નો સ્તર સતત ભયજનક રીતે વધતો જાય છે. AQIના માપદંડ મુજબ દિલ્હીમાં ગંભીર હાલત છે. ફેફસાં જામ થઈ જાય એટલી ખરાબ હવા છે. AQIના માપદંડમાં છેલ્લો આંકડો 500નો છે અને એ ગંભીર માનવામાં આવે છે. દિલ્હીમાં તો AQI 500ને પાર થઈ ગયો છે. દિલ્હીમાં હવાના પ્રદૂષણે લોકોને ફરીથી કોરોનાકાળના લોકડાઉનની યાદ અપાવી દીધી છે. દિલ્હીમાં 12 ધોરણ સુધી ઓનલાઈન એજ્યુકેશન કરી દેવાયું છે. 50 ટકા ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ કરી નાખ્યું છે. AQIના માપદંડ શું હોય છે? દિલ્હીની હવા એટલી ખતરનાક બની ગઈ કે સ્વસ્થ વ્યક્તિ પણ બીમાર પડી શકે
દેશમાં પ્રદૂષણનો સ્તર આપનાર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. 17 નવેમ્બરે AQI 441 હતો. 18 નવેમ્બરે સવારે 6 વાગ્યે AQI 500ને પાર કરી ગયો. CPCBએ આ AQIને અતિગંભીર કેટેગરીમાં રાખ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ હવામાં શ્વાસ લેનારી સ્વસ્થ વ્યક્તિ પણ બીમાર થઈ શકે છે. ઝડપથી વધી રહેલા પ્રદૂષણની ગંભીરતાને જોતાં ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ હવાથી ફેલાયેલા ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટ્સ મોડી પડે છે. 30 જેટલી ટ્રેનો પણ 3થી 4 કલાક મોડી પડી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 12 ધોરણ સુધીની તમામ સ્કૂલો બંધ કરવા કહ્યું છે. AQI સુધારવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના સ્ટેજ-4ના તમામ કંટ્રોલને અમલમાં મૂકવાના આદેશો આપવામાં આવ્યા છે. દિલ્હી સિવાય કયાં રાજ્યોની હવા ખરાબ બની રહી છે?
ઉત્તર અને મધ્ય ભારતમાં દિવાળી પછી પરાળી સળગાવવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થવાની ગતિ પણ વધવા લાગે છે. દિલ્હીની નજીકનાં હરિયાણા અને પંજાબમાં મોટા ભાગમાં પરાળી બાળવામાં આવે છે. એના કારણે 18 નવેમ્બરે રાજધાની ચંદીગઢમાં AQI લેવલ 268 પર પહોંચ્યું હતું. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉનો AQI સ્તર 224 હતો. અમદાવાદની શું સ્થિતિ છે?
અમદાવાદ જેમ જેમ વિસ્તરતું જાય છે એમ એમ પ્રદૂષણ પણ વકરતું જાય છે. અમદાવાદમાં રહેતા તમામ લોકો આનો અનુભવ કરી રહ્યા છે. એ વાત કહેવામાં અતિશયોક્તિ નથી કે પ્રદૂષણની બાબતમાં અમદાવાદ પણ હવે દિલ્હીની નજીક જતું જાય છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં AQI- એર ક્વોલિટી ઈન્ડેક્સ 150થી ઉપર રહે છે ને 200ની નજીક પહોંચી જાય છે. આ સારી નિશાની નથી. વર્ષમાં એક કે બેવાર અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તો 260થી 358 સુધી AQI પહોંચી ગયો હોવાનું નોંધાયું છે અને આ જૂની વાત નથી. ત્રણ મહિના પહેલાં જ અમદાવાદના એસ.જી. હાઇવે વિસ્તારનો AQI 358 થઈ ગયો હતો. આવું મોટેભાગે ત્યારે થાય છે જ્યારે હવા જાડી બની જાય છે. અમદાવાદની ભૌગોલિક સ્થિતિ એવી છે કે સાંજના સમયે મોટેભાગે હવા જાડી બની જાય છે અને એના કારણે વાહનોનો, ફેક્ટરીઓનો ધુમાડો ઉપર નથી જઈ શકતો અને આસપાસ ફેલાયેલો રહે છે. વાતાવરણ ધૂંધળું બની જાય છે. અમદાવાદમાં સામાન્ય રીતે સાંજના સમયે શહેરના પશ્ચિમ વિસ્તારમાં 150 કે એનાથી વધારે AQI હોય છે. આટલી માત્રામાં AQI પહોંચે તો એ સ્વાસ્થ માટે હાનિકારક છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. બોપલનો AQI સૌથી ઊંચો, મણિનગરનો 100થી પણ નીચે
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારતના દરેક શહેરના, દરેક વિસ્તારના સતત અપડેટેડ AQI આંકડા જાહેર કરતું રહે છે. અમદાવાદની વાત કરીએ તો બોપલમાં સૌથી વધારે પ્રદૂષણ હોય છે. ત્યાં AQI 194 રહે છે, જે 200ની નજીક પહોંચી ગયો છે. બોપલમાં પ્રદૂષણ વધારે હોવાનું કારણ સતત થઈ રહેલાં બાંધકામો છે. આ પછી બીજા નંબર પર ગ્યાસપુર આવે છે. અહીંનો AQI 162 છે. બીજા વિસ્તારોની વાત કરીએ તો… દિલ્હીમાં AQI સુધારવા માટે સરકાર શું કરી રહી છે?
18 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો છે. અગાઉ સરકારે 14 ઓક્ટોબરે GRAPનો પહેલો તબક્કો અને 21 ઓક્ટોબરે બીજો તબક્કો અમલમાં મૂક્યો હતો, પરંતુ એનાથી પ્રદૂષણ કાબૂમાં આવ્યું નહીં. વાયુ-પ્રદુષણ વધવાને કારણે સરકારે GRAP નિયમ બનાવ્યો છે. AQIના સ્તર અનુસાર એને 4 તબક્કામાં વહેંચવામાં આવે છે… હવા અતિખરાબ હોય ત્યારે હેલ્થ પર શું અસર થાય છે? કયાં રાજ્યમાં કેટલી સિગારેટ જેટલું પ્રદૂષણ?
AQI.in નામની વેબસાઈટમાં ચોંકાવનારા લેટેસ્ટ આંકડા આપવામાં આવ્યા છે કે ભારતમાં કયાં રાજ્યોમાં લોકો કેટલો ધુમાડો લઈ રહ્યા છે. આ માટે તેમણે સિગારેટનું ઉદાહરણ આપ્યું છે. કયાં રાજ્યોમાં એક વ્યક્તિ રોજ કેટલી સિગારેટ જેટલો ધુમાડો લઈ રહી છે? છેલ્લે, દિલ્હીમાં હવે રહેવું પણ જોખમી બનતું જાય છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો છે કે શું ભારતે હવે દિલ્હીને બદલે તેની રાજધાની બદલીને બીજું કોઈ શહેર કરી લેવું જોઈએ? થરૂરના આ સવાલનો તમારી પાસે શું જવાબ છે? સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments