દાહોદ તાલુકા પંચાયત ખાતે કેવાયસી કરાવવા રાત્રીના સમયે દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો કડકડતી ઠડીમાં ઉંઘતા જોવા મળ્યા હતાં. તાલુકા પંચાયત કચેરી દ્વારા મંદ ગતિએ કેવાયસીની પ્રક્રિયા કરવામાં આવતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો રાત્રિ રોકાણ કચેરીની બહાર કરવા મજબુર થવુ પડતું હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો. આ મામલે કચેરી દ્વારા પોતાની કામગીરીમાં ગતિ લાવે તે અત્યંત આવશ્યક છે. સરકાર દ્વારા રેશનકાર્ડ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં કેવાયસી ફરજીયાત થઈ ગયું છે ત્યારે આ કેવાયસીની કામગીરી મંદગતિએ ચાલતી હોવાની પણ બુમો ઉઠી છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબુર બન્યાં છે. આવા સમયે ગતરોજ રાત્રીના દાહોદ તાલુકા પંચાયત કચેરી આગળ દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી તેમજ રાત્રીના સમયે આધાર કેન્દ્રો જેવા કે તાલુકા પંચાયત કચેરીની બહાર ગંદકીમાં અને કડકળતી ઠંડીમાં કેવાયસી કરાવવા કેટલાય ગ્રામીણ વિસ્તારના લોકો ઉંઘતા જોવા મળ્યા હતા. દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આદિવાસી સમાજના સામાજીક કાર્યકર્તાને માહિતી મળતા તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા લોકો ચાર થી પાંચ દિવસથી આધારકાર્ડ માટે આવતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમનો નંબર ન લાગતા તેઓએ રાત્રીના સમયે જ આધાર કેન્દ્ર તાલુકા પંચાયત કચેરી સહિત અન્ય આધાર કેન્દ્રો પર વહેલા નંબર લાગે એવી આસથી ઉંઘવાનું નક્કી કર્યું હોવાનું લાભાર્થીઓ દ્વારા જણાવવામા આવ્યું હાલ દાહોદ નગરમાં ફૂલ ગુલાબી ઠંડીએ જોર પકડેલ છે. તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારો માંથી પોતાના નાના નાના બાળકોને લઈને ગ્રામીણ વિસ્તારના લોકો કેવાયસી કરાવવા દાહોદમાં આવતા હોય છે. આ સમસ્યા છેલ્લા અઠવાડિયા થી યથાવત છે છતાંય જવાબદાર તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાના આક્ષેપો કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશીફ અલી સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું છે. અગાવ દાહોદ નગરમાં પહેલા રેગ્યુલર આધાર કાર્ડ અંગેની કામગીરી ચાલતી હતી. પરંતુ આ કામગીરી લાંબા સમયથી અગમ્ય કારણો સર બંધ છે. હાલ તો પ્રજા ઈચ્છી રહી છે કે, આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે. તેમજ દાહોદ શહેરમાં બંધ કરાયેલા કેન્દ્રો પુન શરૂ કરી કેવાયસી ની કામગીરી રેગ્યુલર ચલાવવામાં આવે એવી દાહોદ કોંગ્રેસ પ્રમુખ આસીફ અલી સૈયદ અને સામાજિક કાર્યકર્તા સિરીસ ભાઈ બામણીયા દ્વારા માંગ કરવામાં આવી છે.