back to top
Homeગુજરાતઆરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી:1500 ડૉક્ટર સહિત 2,000થી વધુ જગ્યાઓ પર GPSC...

આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી:1500 ડૉક્ટર સહિત 2,000થી વધુ જગ્યાઓ પર GPSC ભરતી કરશે, આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે

GPSC દ્વારા આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત મુજબ આરોગ્ય વિભાગમાં આગામી સમયમાં 2,000થી પણ વધુ ભરતી કરવામાં આવશે. ભરતી અંગેની સંપૂર્ણ માહિતી GPSC દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટની જગ્યાઓ ભરાશે
આ જાહેરાત અંતર્ગત 1500 જેટલા ડૉક્ટરની ભરતી કરવામાં આવશે. આ સિવાય જનરલ સર્જનની 200 જગ્યા ભરવામાં આવશે. ફિઝિશિયનની 227 જગ્યા, ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી કરાશે તેમજ વીમા અધિકારીની 147 જગ્યા પર ભરતી કરાશે. ઉમેદવાર વેબસાઈટ પર જ ઓનલાઈન કરી શકશે અરજી
લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર તમામ પોસ્ટ માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ પર ઓનલાઈન જ અરજી કરી શકશે. 21 નવેમ્બર, 2024 બપોરે 1 વાગ્યાથી 10 ડિસેમ્બર, 2024 રાત્રે 11.59 સુધી ઓનલાઈન જ અરજીઓ કરી શકે છે. આ સાથે જ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેમ કે ઉંમર ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી કરવાની ફી, ઓનલાઈન અરજી કરવાની રીત અને ભરતીના નિયમો વેબસાઈટ પર જ વાંચી શકે છે. આ જગ્યાઓ પર કરાશે ભરતી
આ ભરતીમાં તબીબી અધિકારી, વીમા તબીબી અધિકારી (એલોપેથીક), બાયોકેમેસ્ટ્રીના ટ્યૂટર, કોમ્યુનિટી મેડીસીનના ટ્યૂટર, ફોરેન્સિક મેડીસીનના ટ્યૂટર, માઈક્રોબાયોલોજીના ટ્યૂટર, પેથોલોજીના ટ્યૂટર, ફીજીયોલોજીના ટ્યૂટર, એનેટોમીના ટ્યૂટર, કાર્માકોલોજીના ટ્યૂટર, જનરલ સર્જન, ફ્રિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, ડર્મેટોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ એનેસ્થેટીસ્ટ, કાર્ડિયોલોજી, મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી. સી.ટી.સર્જરી, કાર્ડિયોલોજી, ન્યૂરોસર્જરી, સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન અને રેડિયોલોજીસ્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. બે મહિના અગાઉ 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ
બે મહિના અગાઉ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અગાઉ રાજ્યમાં 10 વર્ષ પહેલાં સ્ટાફ નર્સ વર્ગ-3ની કુલ 7785 જગ્યા મંજૂર કરાઇ હતી. એ મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યનાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યા મંજૂર કરાઈ હતી. આ સમગ્ર ભરતીપ્રક્રિયા 6થી 8 મહિનામાં પૂર્ણ કરાશે. રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી હતી. સ્ટાફ નર્સની બઢતી/વયનિવૃત્ત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments