back to top
Homeદુનિયાઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ ગાઝા પહોંચ્યા:લશ્કરી મથકોની મુલાકાત લીધી; કહ્યું- ઇઝરાયલના બંધકોની...

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ ગાઝા પહોંચ્યા:લશ્કરી મથકોની મુલાકાત લીધી; કહ્યું- ઇઝરાયલના બંધકોની શોધ ચાલુ રાખીશું

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 19 નવેમ્બરે અચાનક પ્રથમ વખત ગાઝાની મુલાકાત લીધી હતી. અહીં તેઓ ઇઝરાયલના સૈન્ય ઠેકાણાઓ પર પહોંચ્યા. રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝ પણ તેમની સાથે હતા. આ દરમિયાન તેમણે ઇઝરાયલના બંધકોને સોંપનાર વ્યક્તિને 5 મિલિયન ડોલર આપવાની પણ ઓફર કરી હતી. નેતન્યાહુએ હમાસ સાથે યુદ્ધવિરામ માટેના કોઈપણ પ્રયાસોને સખત રીતે નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે યુદ્ધ સમાપ્ત થયા બાદ હમાસ ફરી ક્યારેય પેલેસ્ટાઈન પર શાસન નહીં કરે. નેતન્યાહુએ કહ્યું- હમાસ પાછા નહીં ફરે. ઇઝરાયલ ગાઝામાં ગુમ થયેલા 101 ઇઝરાયલ બંધકોની શોધ ચાલુ રાખશે. કોઈપણ જે અમારા બંધકોને નુકસાન પહોંચાડવાની હિંમત કરે છે તે તેમના પોતાના મૃત્યુ માટે જવાબદાર રહેશે. અમે તેમને શોધતા રહીશું. ઇઝરાયલની સેનાએ આ મુલાકાતનો વીડિયો પણ જાહેર કર્યો છે. નેતન્યાહૂ વોર જેકેટ અને હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. ઇઝરાયલે આ મુલાકાત એવા સમયે કરી છે જ્યારે બ્રાઝિલમાં G-20 સમિટ ચાલી રહી છે. સમિટમાં ગાઝાને વધુ મદદ આપવા અને યુદ્ધ રોકવા માટે અપીલ કરવામાં આવી હતી. ગાઝામાં સૈન્ય અધિકારીઓને મળતા નેતન્યાહુની તસવીરો.. ઇઝરાયલ-હમાસ યુદ્ધને 13 મહિના પૂરા થયા, ગાઝાનો 90% ભાગ નાશ પામ્યો
ઇઝરાયલ-હમાસ યુદ્ધને 13 મહિના થઈ ગયા છે. તેની શરૂઆત 7 ઓક્ટોબર, 2023ના રોજ કરવામાં આવી હતી. હમાસના સેંકડો આતંકવાદીઓ ગાઝા પટ્ટી મારફતે દક્ષિણ ઇઝરાયલમાં પ્રવેશ્યા હતા. અંધાધૂંધ ગોળીબાર. 1139 લોકોની હત્યા કરી અને 251 લોકોનું અપહરણ કર્યું. થોડા કલાકો પછી, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી. આ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ગાઝામાં 44 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આ ગાઝાની વસતીના લગભગ 2% છે. ઇઝરાયલી આર્મીના જણાવ્યા અનુસાર, તેમની વચ્ચે 17 થી 18 હજાર હમાસ લડવૈયા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હવે લેબનન અને ઈરાન સુધી પહોંચી ગયું છે. જૂનમાં જાહેર કરાયેલા સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ ગાઝામાં ખોરાક એકઠો કરવો એક પડકાર બની ગયો છે. અહીં 50,000 બાળકો ગંભીર કુપોષણનો શિકાર છે. ગાઝાની આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. ગાઝાની મોટાભાગની હોસ્પિટલો ઇઝરાયલના બોમ્બમારાથી નાશ પામી છે. ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સના એપ્રિલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુદ્ધ પહેલાથી અહીં ઝાડાનાં કેસોમાં 25 ગણો વધારો થયો છે. ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપના રિપોર્ટ અનુસાર, 7 ઓક્ટોબરથી ઇઝરાઇલીઓએ પેલેસ્ટિનિયનો પર 1,000થી વધુ હુમલા કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments