સયાજી હોસ્પિટલ ખાતે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની માથાભારે ગુંડા બાબર પઠાણે હત્યા કરી દીધી હતી. ત્યારે ગુનામાં સંડોવાયેલા બાબરના ત્રીજા ભાઈ સહિત બે જણા વધુ પકડાયા હતા. આ સિવાય પોલીસે વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હત્યામાં સંડોવાયેલા વસીમ નુરમહમદ મન્સુરી તથા બાબર પઠાણના બે ભાઈ સલમાન ઉર્ફે સોનું અને મહેબુબને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે ગુના બાબતે આરોપીની પૂછપરછ કરવા કોર્ટમાં વિવિધ 13 મુદ્દા રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે ત્રણેય આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હત્યામાં સંડોવાયેલા સાબીર ઉર્ફે લાખા દુમાડ ચોકડી પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. બાબરે હત્યા બાદ ચપ્પુ ક્યાં ફેક્યું તે જણાવતો નથી
તપન પરમારની હત્યા જ્યારે થઈ ત્યારે બાબર પઠાણ સાથે વસીમની પત્નિ શબનમ વસીમ મન્સુરી, શોયબ નુરમહંમદ મન્સુરી, સાબીર ઉર્ફે લાખો અને બાબરનો ભાઈ અમજદખાન હબીબખાન પઠાણ પાંચેય જણા સ્થળ પર હાજર હતા. જ્યારે બાબરે હત્યા બાદ ચપ્પુ ક્યાં ફેક્યું તે જણાવતો નથી. બાબરે હત્યા અંગે કબુલ્યું કે,હું તપનને જોતા ગુસ્સો થઈ ચપ્પુના ઘા મારી દિધા હતાં. પોલીસે ઘટના સ્થળ પાસેની કેન્ટિન ધારક સહિત બે જણના નિવેદનો નોંધ્યાં છે. – એ.વી.કાટકડ, ઈન્ચાર્જ એસીપી, સી ડિવિઝન કોમ્બિંગમાં ચપ્પા સાથે ઝડપાયેલા આરોપીઓ