દાહોદ જિલ્લાના નિમનળીયા ખાતે આવેલી ઝાયડસ મેડિકલ કોલેજ મેડિકલ કોલેજમાં આજે એમ.બી.બી.એસ. ની સાતમી બેચના 200 વિદ્યાર્થીઓનો વ્હાઇટ કોટ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ઝાયડસ મેડિકલ કોલેજ તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ જોડાયા હતા અને જણાવ્યું હતું કે, ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદને શરુ થયાને સાત વર્ષ વિતી ગયા છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં શિષ્ટાચારનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, અને કોઈ પણ વિદ્યાર્થીને અરાજકતા માટેની જગ્યા આપવામાં આવતી નથી, વિદ્યાર્થીઓ માત્ર પોતાના અભ્યાસ ઉપર જ ધ્યાન આપે એ જ અમારો ધ્યેય છે. દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજના ડીન ત્રિપાઠીએ કહ્યું કે, આપણે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ભોજન લેવું જોઈએ, રસોઈ બનાવવા માટે નોનસ્ટિકની જગ્યાએ લોખંડની કડાઈ અથવા તવી વાપરવી જોઈએ, ઘરમાં સગામાં કોઈ વ્યસન કરતા હશે તો છોડાવીશું તેમ જણાવ્યુ હતુ. ઝાયડસના સીઈઓ સંજયકુમાર કોલેજનું ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ કર્યું છે અને ડીન ત્રિપાઠી એ સંસ્કારોથી વિદ્યાર્થીઓનું સિંચન કર્યું છે, સીઈઓએ જણાવ્યું હતું કે આજે 200 પૈકી 198 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, આપણે માતા-પિતાના ઋણી છીએ, આપણે દર્દીને સવાલો પૂછવા જોઈએ, તેમને સમય આપો કેમ કે, તેઓ તમારી પાસે આશા લઈ ને આવે છે. આપણે આ આદતો પદવી પડશે, તો આપણે દર્દીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકીશું, સાથે આપણે ધીરજ પણ રાખવી પડશે, અત્યાર સુધીમાં 2600 પરિવારને દત્તક લીધા છે અને તમામ દેખરેખ સારવાર કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલના સીઈઓ સંજયકુમાર, ઝાયડસ હોસ્પિટલના ડીન સી.બી ત્રિપાઠી, ડો. શૈલેષ રાઠોડ તેમજ દાહોદના મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સ, સ્ટાફ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.