હિંમતનગરમાં કાંકરોલ રોડ પર આવેલ મહાકાલી મંદિરના પરિસરમાં આજે લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીસનો સેમીનાર યોજાયો હતો. જેમાં ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કરાવી 200થી વધુ સીનીયર સીટીઝને લાભ લીધો હતો. લાયન્સ ક્લબ દ્વારા 14થી 20 નવેમ્બર સુધી ડાયાબિટીસ અવેરનેશ સપ્તાહ અંતર્ગત આજે સપ્તાહની પુર્ણાહુતી નિમિતે હિંમતનગર લાયન્સ ઇન્ટરનેશનલ D-3232 BI 3 તેમજ ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન એસોસિએશનના સહયોગથી બુધવારે મહાકાલી મંદિરના પરિસરમાં ડાયાબિટીસ અવેરનેસ સેમિનાર તથા મેગા ડાયાબિટીસ-BP ચેકઅપ કેમ્પનું યોજાયો હતો. જેમાં મહિલા સહીત 200થી વધુ સીનીયર સિટીઝનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે લાયન્સના ડીસ્ટ્રીકટ ગવર્નર હરીશ ત્રિવેદી, ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર મેમ્બરશીપ બ્રિજેશ પટેલ, સીનીયર સીટીઝન પ્રમુખ ગીરીશભાઈ ત્રિવેદી સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.