મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન ચાલી રહ્યું છે અને સામાન્ય લોકોની સાથે મુંબઈમાં રહેતા બોલિવૂડ સ્ટાર્સ પણ મતદાન કરવા આવી રહ્યા છે. અક્ષય કુમાર સૌથી પહેલા સવાર-સવારમાં જ મતદાન કરી દીધું હતું. વોટ આપવા ગયેલા બોલિવૂડના ‘ખેલાડી’ સાથે એક ફની ઘટના બની. એક કાકાએ તેને રોક્યો જાહેરમાં જ ખખડાવી નાખ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. અક્ષય કુમારને કાકાએ જાહેરમાં ખખડાવી નાખ્યો તે કાકાએ અક્ષય કુમારને કહ્યું કે- તેણે બનાવેલું ટોઈલેટ સડી ગયું છે અને નવી બનાવી આપવાની માગ કરી. આ પછી અક્ષયે તેને હતું કે તે આ અંગે તે BMC સાથે વાત કરશે. તેનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પછી તે કાકાએ કહ્યું, લોખંડનું બનેલું હોવાથી તે સડી જાય છે, અમારે તેમાં દરરોજ પૈસા લગાવવા પડે છે. આના પર અક્ષય તેને કહે છે, ચાલો હું BMCને આ વાત કરીશ. ત્યારબાદ વધુમાં કાકા કહે છે કે, તમારે ખાલી ડબ્બો આપવાનો છે, હું તેને લગાવી દઈશ, બસ બીજું કંઈ કરવાનું નથી. ત્યારે અક્ષય હસતાં હસતાં જવાબ આપે છે કે, મેં બોક્સ પહેલેથી જ આપી દીધું છે, તે સડેલું છે તેથી BMC તેની સંભાળ લેશે. ટોઈલેટનો મામલો શું છે?
વર્ષ 2017માં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ રીલિઝ થઈ હતી. તે સમયે ટ્વિંકલે જુહુમાં ખુલ્લામાં શૌચ કરતાં લોકોની તસવીર શેર કરી હતી. આ પછી, 2018 માં, અક્ષયે શિવસેના નેતા આદિત્ય ઠાકરે સાથે મળીને વર્સોવા અને જુહુ બીચ પર 10 લાખ રૂપિયા ખર્ચીને ટોઈલેટ બનાવ્યા અક્ષય કુમારે સૌથી પહેલાં કર્યું મતદાન એક્ટર અક્ષય કુમાર સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષયે પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું છે. જોકે, તેમણે લોકસભા માટે મતદાન કર્યું છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું- સિનિયર સિટીઝન માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ જ સ્વચ્છતા જાળવવામાં આવી છે. બધા આવો અને મતદાન કરો.