back to top
Homeબિઝનેસદેશનો પહેલો 'એસર પ્લાઝા' શોરૂમ અમદાવાદમાં:લેપટોપ, કોમ્પ્યુટર બનાવતી જાયન્ટ કંપનીના શોરૂમમાં એપ્લાયન્સીસ...

દેશનો પહેલો ‘એસર પ્લાઝા’ શોરૂમ અમદાવાદમાં:લેપટોપ, કોમ્પ્યુટર બનાવતી જાયન્ટ કંપનીના શોરૂમમાં એપ્લાયન્સીસ પણ મળશે

ટેકનોલોજી અને ઈનોવેશનમાં મોખરે રહેલી કંપની એસરે અમદાવાદમાં તેનો પ્રથમ મેગા કોન્સેપ્ટ સ્ટોર ‘એસર પ્લાઝા’ શરૂ કર્યો છે. પ્રહલાદનગરમાં દેવ અટેલિયર સ્થિત એસર પ્લાઝામાં ‘એસર ટેકનોલોજી’ અને ‘એસરપ્યોર’ પ્રોડક્ટોની અલગ અલગ વિશાળ રેન્જ જોવા મળશે. લેપટોપ, કોમ્પ્યુટર, હોર્ડવેર બનાવતી એસર કંપનીએ છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રીક ગેજેટ્સ અને એપ્લાયન્સીસ સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરી છે. એટલે એસર કંપનીના લેપટોપ, કોમ્પ્યુટર મળતાં હોય એ જ શોરૂમમાં એપ્લાયન્સીસની વસ્તુઓ પણ મળશે. બંને જે જગ્યાએ મળતા હોય તેને ‘એસર પ્લાઝા’ નામ અપાયું છે. દેશનો પહેલો એસર પ્લાઝા અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં શરૂ થયો છે. આ ફ્લેગશિપ સ્ટોરમાં લેપટોપ્સ, સ્માર્ટ ટીવી, એર પ્યુરિફાયર્સ, વોટર પ્યુરિફાયર્સ, પર્સનલ કેર, વેક્યુમ ક્લીનર અને ઘણી બધી એસર અને એસરપ્યોરની વસ્તુઓ મળી રહેશે. અમદાવાદના આ સ્ટોરનું ઓપનિંગ પેન- એશિયા પેસિફિક, એસર ઈન્ક.ના પ્રેસિડેન્ટ એન્ડ્રયુ હાઉ અને એસર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર હરીશ કોહલીએ કર્યું હતું. એન્ડ્રયુ હાઉએ જણાવ્યું હતું કે, “આ વર્ષ વિશેષ છે, કારણ કે અમે ભારતમાં એસરનાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમારો પ્રથમ મેગા સ્ટોર એસર પ્લાઝાનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. બીજો એસર પ્લાઝા શોરૂમ બેંગ્લોરમાં શરૂ કરીશું. આવતા વર્ષે 2025 સુધીમાં ભારતમાં આવા 300 જેટલા એસર પ્લાઝા શોરૂમ શરૂ કરવાની ગણતરી છે. એસર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર હરીશ કોહલીએ મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે દેશનો પહેલો એસર પ્લાઝા અમદાવાદમાં શરૂ કરવા માટે એટલે વિચાર્યું કે, ગુજરાત રાજ્યમાં એસરનું આઈટી માર્કેટ સારું છે. તેને ધ્યાનમાં રાખીને પહેલો પ્લાઝા સ્ટોર અમદાવાદમાં શરૂ કરવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે 21 નવેમ્બરે બેંગ્લોરમાં પણ બીજો સ્ટોર ખુલશે. હરીશ કોહલીએ એમ પણ જણાવ્યું કે, એસર એ ફ્રેશ ટેકનોલોજી અને એફોર્ડેબલ પ્રોડક્ટ્સ આપવામાં માને છે. કોમ્પીટીશનના જમાનામાં એસર એક કદમ આગળ કેવી રીતે રહી શકે, તે વિચારીને ચાલીએ છીએ. એસર ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર સુધીર ગોયલે કહ્યું કે, અમને સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાતી પ્રોડક્ટો લેપટોપ્સ, ટેબ્લેટ્સ, સ્માર્ટ ટીવી, ડેસ્કટોપ પીસી, વોટર પ્યુરિફાયર અને ઘણા બધામાં મેક ઈન ઈન્ડિયા કન્સેપ્ટ સાથે કામ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments