back to top
Homeસ્પોર્ટ્સબોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય પ્રદર્શન પર પોલ:એડિલેડમાં દ્રવિડની 233 રનની ઈનિંગ...

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય પ્રદર્શન પર પોલ:એડિલેડમાં દ્રવિડની 233 રનની ઈનિંગ નંબર વન, પંતની ગાબા ઇનિંગને પછાડી

2003માં રમાયેલી રાહુલ દ્રવિડની ઇનિંગ્સને ઓસ્ટ્રેલિયામાં સર્વશ્રેષ્ઠ ભારતીય પ્રદર્શનનો ખિતાબ મળ્યો છે. ESPN, સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની હોટ સ્ટારે ક્રિકેટ ચાહકો વચ્ચે પોલ કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીયોના શ્રેષ્ઠ પ્રદર્શન પર મતદાન થવાનું હતું. ઓસમ ઇન ઓસ્ટ્રેલિયા નામના આ પોલમાં 16 પરફોર્મન્સને શોર્ટલિસ્ટ કર્યા હતા અને 13 લાખ લોકોએ વોટિંગ કર્યું હતું. એડિલેડ ટેસ્ટમાં રાહુલ દ્રવિડની 233 અને 72 રનની ઇનિંગ્સને સૌથી વધુ 61.5% વોટ મળ્યા હતા. દ્રવિડે પંતની 89 રનની ઇનિંગ્સને વટાવી દીધી, જે 2021માં ગાબા ખાતે વિકેટ-કીપર બેટરનો સર્વોચ્ચ સ્કોર હતો. આ પોલ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં કર્યો છે. 5 ટેસ્ટ મેચની આ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. એડિલેડમાં પોન્ટિંગની બેવડી સદી, દ્રવિડે આપ્યો જવાબ
એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 242 રન બનાવ્યા હતા. આ ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ 556 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 523 રન બનાવ્યા હતા. દ્રવિડે 233 રનની ઇનિંગ રમી હતી અને વીવીએસ લક્ષ્મણે 148 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 303 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દ્રવિડે બીજા દાવમાં અણનમ 72 રન બનાવ્યા અને ભારતે 230 રનના ટાર્ગે​​​​​​​ટને ચેઝ કર્યો. પોલ પર રાહુલ દ્રવિડનો ઇન્ટરવ્યૂ 1. એડિલેડમાં લક્ષ્મણ સાથે મોટી ભાગીદારી કરી
પોલ બાદ ESPNએ રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. રાહુલ દ્રવિડે કહ્યું, “જ્યારે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના 556 રનના જવાબમાં બેટિંગ કરવા આવી, જ્યારે 85 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી, ત્યારે મેં કેપ્ટન (સૌરવ ગાંગુલી) રન આઉટ કરાવ્યો હતો. હું માનું છું કે જ્યારે તમે બેટિંગ કરો છો. તમે ભાગીદારી બનાવવાનું વિચારો છો. મારી અને લક્ષ્મણ વચ્ચે ખાસ વાત એ હતી કે આ પહેલા અમે ઘણી મોટી ભાગીદારી કરી હતી. અમે 2001માં કોલકાતામાં આવું કર્યું હતું. વિકેટ બેટિંગ માટે સારી હતી. જ્યારે બોલ થોડો જુનો થયો, ત્યારે રન ઝડપથી બનવા લાગ્યા. લક્ષ્મણ એક મહાન ખેલાડી છે. તે મને કમ્પ્લિમેન્ટ આપતો હતો. જેના કારણે હું મોટી ઇનિંગ્સ રમી શક્યો.’ 2. ગાબામાં રિષભની ઈનિંગ્સ વધુ મહત્વની
ક્રિકેટ જગતમાં ધ વોલ તરીકે ઓળખાતા દ્રવિડે કહ્યું, ‘ગાબા ખાતે રમાયેલી રિષભ પંતની ઈનિંગ્સે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયામાં સતત બીજી વખત સિરીઝ જીતવામાં મદદ કરી. હું ભાગ્યશાળી છું કે લોકોએ મારી ઇનિંગ્સને પસંદ કરી, પરંતુ જે રીતે ભારતીય ટીમ છેલ્લી બે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે, તેથી પંતની ઇનિંગ્સ વધુ મહત્ત્વની છે, ભલે અમે બધા સાથે મળીને રમ્યા હોય, અમે ત્યાં સુધી ક્યારેય સિરીઝ જીતી શક્યા નહોતા.’ 3. સિક્સર ફટકારીને સદી પૂરી કરી
ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચે કહ્યું, ‘ઓસ્ટ્રેલિયન સ્થિતિમાં લક્ષ્મણ સાથે 303 રનની ભાગીદારી કરવી મુશ્કેલ હતી. કાંગારૂ ટીમ અમને પડકાર આપી રહી હતી. જ્યારે બીજો નવો બોલ આવ્યો ત્યારે અમે 32 ઓવરમાં માત્ર 72 રન જ બનાવી શક્યા હતા. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ ગરમી હતી. મેં આખી ઇનિંગમાં માત્ર એક સિક્સર ફટકારી હતી. તે પણ જેસન ગિલેપ્સીએ મને બાઉન્સર નાખ્યો હતો. મેં હૂક કર્યું અને સિક્સર ગઈ અને મારી સદી પૂરી થઈ. જ્યારે બેટ સાથે બોલનું જોડાણ યોગ્ય નહોતું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments