એ.આર.રહેમાન અને સાયરા બેગમના છૂટાછેડાની જાહેરાત વચ્ચે વિરાટ કોહલીએ એક એવી પોસ્ટ કરી છે જેનાથી અનુષ્કા શર્માના ફેન્સ ડરી ગયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર પ્રશ્નો પૂછવા અને પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. અનુષ્કાના ચાહકોને લાગતું હતું કે તેના અને વિરાટ કોહલીના છૂટાછેડા થઈ રહ્યા છે. વિરાટ કોહલીની પોસ્ટથી ચોંકી ગયેલા અનુષ્કા શર્માના પ્રશંસકોએ તેને કહ્યું કે તે એવા ફોર્મેટમાં પોસ્ટ ન કરે જેનાથી ગેરસમજ થઈ શકે. જાણીએ શું છે સમગ્ર મામલો? ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેને બુધવારે તેની ક્લોથિંગ બ્રાન્ડ Wrogn ના દસ વર્ષની ઉજવણી કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી. આ દરમિયાન, તેણે કપડાંની બ્રાન્ડની સિદ્ધિઓની ગણતરી પોસ્ટમાં ગણાવી જેને લોકો ડિવોર્સની વાત સાથે જોડી રહ્યા હતા. વિરાટ કોહલીની પોસ્ટ- સમય સાથે આપણે બદલાયા છીએ, પરંતુ…
વિરાટે પોસ્ટમાં લખ્યું, ‘પાછળ વળીને જોતા, અમે હંમેશાથી થોડા અલગ રહ્યા છીએ. તેઓએ અમને મૂકવાનો પ્રયાસ કર્યો હોય તેવા કોઈપણ બૉક્સમાં અમે ક્યારેય ફિટ થયા નથી. બે મિસફિટ્સ કે જેઓ માત્ર એકબીજા પ્રત્યે આકર્ષાય છે. સમયની સાથે આપણે બદલાઈ ગયા છીએ, પરંતુ વસ્તુઓ પોતાની રીતે કરીએ છીએ. તેણે આગળ લખ્યું, ‘પરંતુ અમને તેની પરવા નહોતી. કોરોના મહામારી પણ અમને હચમચાવી ન શકી અને જો કોઈએ આપણને અલગ અનુભવ કરાવ્યો હોય તો તે આપણી તાકાત હતી. વિરાટ કોહલીની પોસ્ટ પર યુઝર્સની કોમેન્ટ
વિરાટની આ પોસ્ટ જોઈને યુઝર્સ સમજી ગયા કે તે અનુષ્કા શર્મા માટે લખી રહ્યો છે અને ડિવોર્સ લઈ રહ્યો છે. થોડી જ વારમાં વિરાટની આ પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું. એક યુઝરે લખ્યું, ‘મને લાગ્યું કે આ એ.આર. રહેમાન ટાઈપનો કેસ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ આવા ફોર્મેટમાં કેમ છે જ્યારે કપલ્સ છૂટાછેડાની જાહેરાત કરે છે? આવા ફોર્મેટમાં લખશો નહીં અહીં બીજા 5 વિચાર આવી ગયા. અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઈ આ ફોર્મેટ બંધ કરો’ 2017માં લગ્ન કર્યાં હતા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. 11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો
અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી. અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો
અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીના જન્મદિવસ પર પુત્ર અકાયની પ્રથમ ઝલક શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં વિરાટ કોહલી તેનાં બે બાળકો સાથે જોવા મળ્યો હતો. જો કે આ ફોટામાં તેનાં બંને બાળકોના ચહેરા દેખાતા ન હતા.