ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 8 વર્ષ બાદ સૈયદ મુશ્તાક અલી T-20 ટ્રોફી (SMAT)માં રમતા જોવા મળશે. કૃણાલ પંડ્યાની કેપ્ટનશિપની બરોડા ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 31 વર્ષીય હાર્દિકે છેલ્લે 2016માં આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વર્તમાન સિઝન 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ હૈદરાબાદ અને મેઘાલય વચ્ચે રાજકોટમાં રમાશે. બરોડાની પ્રથમ મેચ ઈન્દોરમાં ગુજરાત સામે રમાશે. 2 દિવસ પહેલા જ શ્રેયસ અય્યરને મુંબઈમાં અને મોહમ્મદ શમીની બંગાળની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ગયા વર્ષે બરોડા રનર્સઅપ હતું, આ વખતે પ્રથમ મેચ ગુજરાત સામે
SMATની છેલ્લી સિઝનમાં બરોડાની ટીમ રનર્સ અપ રહી હતી. ટીમને 6 નવેમ્બર 2023ના રોજ મોહાલીમાં રમાયેલી ફાઈનલ મેચમાં પંજાબ સામે 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં બરોડાની પ્રથમ મેચ ગુજરાત સામે ઈન્દોરમાં રમાશે. ત્યારબાદ ટીમનો સામનો ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા, સૌરાષ્ટ્ર, કર્ણાટક અને સિક્કિમ સામે થશે. હાર્દિકે આ ટુર્નામેન્ટ 2016માં રમી હતી
હાર્દિક પંડ્યા છેલ્લે જાન્યુઆરી 2016માં આ ટુર્નામેન્ટ રમ્યો હતો. ત્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ પણ કર્યું ન હતું. તેણે 2018-19માં મુંબઈ સામે બરોડા માટે એક રણજી ટ્રોફી મેચ પણ રમી હતી. બરોડાની ટીમ શાનદાર ફોર્મમાં છે. ટીમે રણજી ટ્રોફીના પહેલા રાઉન્ડમાં 27 પોઈન્ટ લીધા હતા. તેઓ તેમના ગ્રૂપમાં ટોચ પર છે. હાર્દિક MIનો કેપ્ટન, કૃણાલને રિલીઝ કર્યો
ગયા મહિને IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને રિટેન કર્યો હતો. તેને કેપ્ટન પણ બનાવ્યો છે. દરમિયાન, કૃણાલને LSGમાંથી રિલીઝ કર્યો છે અને તે IPLના ઓક્શનમાં ભાગ લેશે.