ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરની ICC રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે Fxગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને પાછળ છોડી દીધો છે. તે જ સમયે, સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં સતત બે સદી ફટકારનાર તિલક વર્માએ બેટર્સની રેન્કિંગમાં 69 સ્થાનની મોટો છલાંગ લગાવી છે. હવે તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઓફ સ્પિનર વરુણ ચક્રવર્તીને 36 સ્થાન અને ઓપનર સંજુ સેમસનને 17 સ્થાનનો ફાયદો થયો છે. બોલિંગ રેન્કિંગમાં વરુણ 28માં અને સંજુ બેટિંગ રેન્કિંગમાં 22માં સ્થાને પહોંચી ગયો છે. T-20 બેટર્સ રેન્કિંગમાં ટોપ-10માં 3 ભારતીય તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ છે. જ્યારે બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં બે ભારતીય છે, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ. હાર્દિક લિવિંગસ્ટનથી આગળ નીકળી ગયો
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની બીજી મેચમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે ચોથી T20 મેચમાં તેણે 8 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જેના કારણે તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર-1 ઓલરાઉન્ડર બન્યો છે. તેણે ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટન અને નેપાળના દિપેન્દ્ર સિંહ એરીને પાછળ છોડી દીધો છે. આ બીજી વખત છે જ્યારે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપ બાદ તેણે પ્રથમ વખત નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. તિલક વર્માને 69 સ્થાનનો ફાયદો થયો
તિલકે સાઉથ આફ્રિકા સામેની 4 મેચની T20 શ્રેણીમાં બેક ટુ બેક સદી ફટકારી હતી. તેણે સિરીઝમાં કુલ 280 રન બનાવ્યા હતા. વર્તમાન બેટર્સની રેન્કિંગમાં તે ભારત તરફથી સૌથી સફળ બેટર છે. તિલક 806ના કરિયરના શ્રેષ્ઠ રેટિંગ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક સ્થાન ગુમાવ્યું છે અને હવે તે ચોથા સ્થાને સરકી ગયો છે. સંજુ સેમસને 17 સ્થાનની છલાંગ લગાવી
ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ અને ચોથી મેચમાં સદી ફટકારી હતી. જેનાથી તેના T-20 રેન્કિંગમાં ફાયદો થયો છે. સંજુએ બેટર્સની રેન્કિંગમાં 17 સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે અને તે 22માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ અને વિકેટકીપર ક્લાસેનને 3 અને 6 સ્થાનનો ફાયદો થયો છે. સ્ટબ્સ 23મા ક્રમે અને ક્લેસન 59મા ક્રમે આવી ગયો છે. છઠ્ઠા સ્થાને મહિશ થિક્સાના
શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની શ્રેણીમાં કિવીઝને 2-0થી હરાવ્યું હતું. શ્રીલંકન ટીમનો સ્પિનર મહિશ થિક્સાના પાંચમા સ્થાને છે. એડમ ઝામ્પાને પાંચ સ્થાનનો ફાયદો થયો છે અને તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહને 3 સ્થાનનો ફાયદો થયો છે. તે નવમા સ્થાને આવી ગયો છે.