બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરીયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી છે, જે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને કર્યું છે, જેની સ્ટોરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. રેડ ચિલીઝ અને નેટફ્લિક્સે આ સિરીઝ માટે હાથ મિલાવ્યા છે અને લોસ એન્જલસમાં એક કાર્યક્રમમાં તેની જાહેરાત કરી છે. તેના પર કંગના રનૌતનું રિએક્શન પણ સામે આવ્યું છે. શાહરુખે ખાને એનાઉન્સમેન્ટ સાથે તેની લાગણી વ્યક્ત કરી
આર્યન ખાનના ડાયરેક્શનમાં બનેલી સિરીઝ ‘સ્ટારડમ’ 2025માં રિલીઝ થશે. આ સ્ટોરી કિંગ ખાનના પુત્ર દ્વારા જ લખવામાં આવી છે. OTT પ્લેટફોર્મથી લઈને સોશિયલ મીડિયા પર શાહરુખે આ જાણકારી આપી છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે – આ એક ખાસ દિવસ છે, કારણ કે દર્શકો માટે એક નવી સ્ટોરી રજૂ કરવામાં આવી રહી છે. આજનો દિવસ વધુ ખાસ છે કારણ કે રેડ ચિલીઝ અને આર્યન ખાને નેટફ્લિક્સ પર તેમની નવી સિરીઝ બતાવવા માટે તેમની નવી સફર શરૂ કરી છે. શાહરુખે આર્યનને આગળ પ્રોત્સાહિત કરતા લખ્યું – આ એવા વ્યક્તિ માટે છે જે જાણે છે કે સ્ટોરી કેવી રીતે કહેવી… જ્યાં સંતુલિત ભીડ છે… હિંમતભર્યા દ્રશ્યો અને ઘણી મજા અને લાગણીઓ છે. આગળ વધો અને લોકોનું મનોરંજન કરો આર્યન… અને યાદ રાખો, શો બિઝનેસ જેવો કોઈ બિઝનેસ નથી. કંગના રનૌતે આર્યન ખાન માટે લખી પોસ્ટ
કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, આ સારી વાત છે કે ફિલ્મી પરિવારોના બાળકો માત્ર મેક-અપ કરવાં, વજન ઘટાડવાં અથવા સારા દેખાવાં માટે અને પોતાને એક્ટર્સ તરીકે સમજવા માટે આગળ વધી રહ્યા છે. આપણે બધાએ સાથે મળીને ભારતીય સિનેમાને આગળ લઈ જવું જોઈએ. કારણ કે આ સમયની જરૂરિયાત છે. સંસાધનો ધરાવતા લોકો ઘણીવાર સૌથી સરળ માર્ગ અપનાવે છે. આપણને કેમેરાની પાછળ વધુ લોકોની જરૂર છે. આર્યને આ રસ્તો અપનાવ્યો તે સારું છે. એક ફિલ્મ નિર્માતા અને લેખક તરીકે તેની ડેબ્યૂ જોવા માટે આતુર છીએ. સુહાના ખાને અભિનંદન પાઠવ્યા હતા
બહેન સુહાનાએ પણ તેના ભાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું કે ઘણું હાસ્ય, ડ્રામા, એક્શન અને થોડી મુશ્કેલી – જે હંમેશા તારી સાથે થાય છે આર્યન. હું વધુ રાહ જોઈ શકતી નથી. મને તારા પર ગર્વ છે.’