બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં બે દિવસીય G20 સમિટનું સમાપન થયું છે. આ દરમિયાન ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ. જેમાં બંને દેશો વચ્ચે સરહદ વિવાદ પર 5 વર્ષ બાદ વિશેષ પ્રતિનિધિઓની બેઠક બોલાવવા પર સહમતિ સધાઈ હતી. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે પણ ચર્ચા કરી હતી. કોરોના મહામારી પછી આ બંને પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફોટો સેશનમાં બાઈડન અને ટ્રુડો સાથે જોવા મળ્યા મોદી સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો સાથે દેખાયા હતા. ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ગયા વર્ષે જી-20 સમિટ બાદ શરૂ થયો હતો. કેનેડાના પીએમએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યા હતા. G20 મેનિફેસ્ટોમાં યુક્રેનમાં યુદ્ધ રોકવા અને ગાઝાને વધુ સહાય આપવાનો ઉલ્લેખ
દક્ષિણ આફ્રિકાને 2025માં યોજાનારી આગામી સમિટની યજમાની કરવાની તક મળી છે. તમામ સભ્યો દ્વારા જારી કરાયેલ સંયુક્ત મેનિફેસ્ટોમાં ભૂખમરા સામે લડવા માટે વૈશ્વિક સમજૂતી, યુદ્ધગ્રસ્ત ગાઝા માટે વધુ સહાય અને મિડલ-ઈસ્ટ અને યુક્રેન યુદ્ધ રોકવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્રીજા સત્ર પછી મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા, ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ મોદી સાથેની મુલાકાત દરમિયાન ગયા વર્ષે નવી દિલ્હીમાં G20ના સફળ સંગઠન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું- અમે G20 સમિટની યજમાની કરવા માગતા હતા જેમ કે ભારતે ગયા વર્ષે કરી હતી. ત્યાંથી ઘણું શીખવા મળ્યું. હું ઈચ્છું છું કે અમે એવું કંઈક કરી શકીએ. લુલા ડી સિલ્વાએ કહ્યું કે G20 સમિટમાં બ્રાઝિલ દ્વારા લેવામાં આવેલા પગલાં ગયા વર્ષે G20માં ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી પ્રેરિત છે. PM મોદી બ્રાઝિલથી ગયાના ગયા, 56 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની મુલાકાત
અહીં G20 સમિટ બાદ નરેન્દ્ર મોદી ગયાના જવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદી છેલ્લા 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે. મોદીએ G20માં કહ્યું- યુદ્ધના કારણે વિશ્વમાં ખાદ્ય સંકટ
G20 સમિટના પહેલા દિવસે PM નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ પીએમ કીર સ્ટારમર, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, પોર્ટુગલના પીએમ લુઈસ મોન્ટેનેગ્રો, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને નોર્વેના પીએમ જોનાસ ગેર સ્ટોર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. સમિટ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ મુલાકાત કરી અને વાતચીત કરી. પીએમ મોદીએ G20 સમિટના પ્રથમ બે સત્રો – ‘ભૂખમરો અને ગરીબી સામે અકજૂટ’ અને ‘સરકારની કામગીરીમાં સુધારો’ અંગે સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું કે યુદ્ધના કારણે વિશ્વમાં ખાદ્ય સંકટ છે. તેની સૌથી વધુ અસર ગરીબ દેશો પર પડી છે. PM મોદી G20 સમિટમાં વિશ્વ નેતાઓને મળ્યા… વિશ્વની અર્થવ્યવસ્થા સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરવા માટે G20ની રચના કરવામાં આવી હતી G20 સમિટ 2024નો એજન્ડા… આફ્રિકન યુનિયન પ્રથમ વખત સભ્ય તરીકે G20 સમિટમાં જોડાયું… મોદીએ સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું હતું
વડાપ્રધાન મોદી 18 નવેમ્બરે સવારે રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયે સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા મોદી નાઈજીરિયાના બે દિવસના પ્રવાસે હતા. ત્યાં તેમને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ એનાયત કરવામાં આવ્યો હતો. રિયોમાં મોદીના સ્વાગતની 5 તસવીરો…