back to top
HomeગુજરાતGPSCએ કરી મોટી જાહેરાત:વડોદરામાં સતત બીજા દિવસે બુલડોઝરે બોલાવ્યો સપાટો, અમદાવાદમાંથી ઝડપાયો...

GPSCએ કરી મોટી જાહેરાત:વડોદરામાં સતત બીજા દિવસે બુલડોઝરે બોલાવ્યો સપાટો, અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો વેપલો,અર્ટિગા ચાલકે યુવકને 5 ફૂટ દૂર ફંગોળ્યો

GPSCએ આરોગ્ય વિભાગની મોટી ભરતી બહાર પાડી GPSCએ આરોગ્ય વિભાગની મોટી ભરતી બહાર પાડી.. 1500 ડૉક્ટર સહિત 2 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે.જનરલ સર્જન નિષ્ણાંતની 200 જગ્યાઓ ફિઝિશિયનની 227, અને ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યાઓ પર ભરતી કરાશે.. ભરતીની સંપૂર્ણ માહિતી જીપીએસસીની વેબસાઈટ પર મુકવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં શરુ થશે ઠંડીનો ચમકારો રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 21થી 23 નવેમ્બર દરમિયાન રાજ્યના પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, જૂનાગઢ, વલસાડ, સુરત સહિતના જિલ્લાના તામાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.. રેગિંગ કેસના 15 આરોપીઓને આજે ફરી કોર્ટમાં રજૂ કરાયો પાટણ રેગિંગ કેસના 15 સિનિયર વિદ્યાર્થીઓના રિમાન્ડ પૂરા થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.. ગઈ કાલે કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.. જ્યાં સુધી કોર્ટનો ફાઈનલ ચૂકાદો ન આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ સસ્પેન્ડેડ રહેશે.. અર્ટિગા ચાલકે યુવકને પાંચ ફૂટ ફંગોળ્યો નવસારીના બીલિમોરા રેલ્વે ઓવરબ્રિજ પર અર્ટિગા ચાલકે એક્ટિવા પર જઈ રહેલા યુવકને ટક્કર મારી.. ટક્કર એટલી ભયંકર હતી કે યુવક 5 ફુટ ફંગોળાયો.. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે.. જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો છે.. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોઈ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ.. આશ્રમ રોડ પર આવેલા સિટીગોલ્ડ થિયેટરમાં સીએમે અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ગોધરાકાંડ પર આધારિત આ ફિલ્મ જોશે..એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી શકે છે… નર્સિંગ કોલેજ વિરુધ્ધ કાર્યવાહી કરવાની ચૈતર વસાવાની માગ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મા કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજ 20 વર્ષથી માન્યતા વગર ધમધમતી હોવાના આક્ષેપ કરી કાર્યવાહીની માગ કરી… પોશ વિસ્તારમાંથી ઝડપાયો ડ્રગ્સનો વેપલો અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી 25.68 લાખના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો… SOGની ટીમે ટીલ એલિફન્ટા વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ્સ સિન્ડીકેટના 6 લોકોને પણ ઝડપી પાડ્યા છે…આ ઉપરાંત પોલીસે એક સ્કોર્પિયો કાર પણ કબ્જે કરી ડ્રગ્સ રેકેટની વધુ તપાસ હાથ ધરી છે. સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર ફરી વળ્યું વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ આજે સતત બીજા દિવસે મચ્છીપીઠ, સલાટવાડા, તાંદલજા રોડ વિસ્તારમાં રસ્તા પર ખડકી દેવાયેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું…સ્થાનિકોએ બંદોબસ્તમાં રહેલા અધિકારીઓને શ્રાપ આપતા કહ્યું કે અમારા પર જુલમ કરીને તમને કીડા પડશે.. 14 કલાકથી વધુ સમય વીતવા છતાં આગ પર કાબૂ નહી રાજકોટના પડધરી પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી.. ગઈ કાલે રાત્રે લાગેલી આગને બુઝાવવા 4 જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી. .પરંતું 14 કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી.. રિલ્સની ઘેલછામાં પાર કરી અશ્લીલતાની તમામ હદો સુરતમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં એક કપલે હદ પાર નાખી.. ચાલુ બાઈક પર યુવક અને યુવતીએ અશ્લીલ હરકતો કરી પોતાના જીવને જોખમમાં મુક્યો..બ્લુ કલરની બાઈક પર સ્ટંટ કરતા યુવક-યુવતી કેમેરામાં કેદ થઇ ગયા છે. બંનેનો આ વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરુ કરી છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments