back to top
Homeસ્પોર્ટ્સSFA ચેમ્પિયનશિપ 2024નો આજથી શુભારંભ:અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14...

SFA ચેમ્પિયનશિપ 2024નો આજથી શુભારંભ:અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે

SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પોતાની સ્કિલ્સ દેખાડવાની તક હાંસલ કરશે. આ વર્ષની ચેમ્પિયનશિપ 26 નવેમ્બર સુધી ચાલશે. SFA ચેમ્પિયનશિપના COO તથા ફાઉન્ડિંગ મેમ્બર રશસ જોશીએ કહ્યું હતું કે, ‘SFA ચેમ્પિયનશિપ એ ભારતભરમાં સ્પોર્ટ્સ અને યંગ ટેલેન્ટને આગળ વધારવાની ઉજવણીનું એક માધ્યમ છે. આ ઇવેન્ટ માત્ર સ્પર્ધા પૂરતી નથી. તે ખેલાડીઓને રમતમાં તેમના બેકગ્રાઉન્ડની ચિંતા વિના ભાગ લેવાની તક આપે છે. જેથી રમતોમાં આગળ વધવાનો જુસ્સો હાંસલ કરતા ખેલાડીઓને શોધવા લાયક માહોલ બનાવી શકાય.’ 22મીએ ‘કોચ-ડે’ અને 24મીએ ખાસ ‘શી ઈઝ ગોલ્ડ- ડે’ ઉજવાશે
SFA ચેમ્પિયનશિપમાં 22મી નવેમ્બરને ‘કોચ ડે’ તથા 24મી નવેમ્બરને ‘શી ઈઝ ગોલ્ડ- ડે’ તરીકે ઉજવવામાં આવશે. 24મી નવેમ્બરે 80 ટકા મુકાબલાઓમાં માત્ર મહિલા ખેલાડીઓને જ તક અપાશે. આ દિવસે કોચ અને ઓફિશિયલ્સ પણ મહિલાઓ જ વધુમાં વધુ રહેશે. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments