back to top
Homeમનોરંજનઅભિષેક-એશના છૂટાછેડાના સમાચાર વચ્ચે 'બિગ બી' બગડ્યા!:કહ્યું- પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ સંતાઈને અફવાઓ...

અભિષેક-એશના છૂટાછેડાના સમાચાર વચ્ચે ‘બિગ બી’ બગડ્યા!:કહ્યું- પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ સંતાઈને અફવાઓ કેમ ફેલાવો છો?

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. અત્યાર સુધી આ સમાચાર પર બચ્ચન પરિવાર તરફથી સીધું કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ હવે અમિતાભ બચ્ચ આવી ખબરો પર બગડ્યા છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તે તેના પરિવાર વિશે વધુ વાત નથી કરતા કારણ કે તે તેમની પ્રાઈવસી જાળવવા માંગે છે. ઉપરાંત, તેણે લખ્યું કે અટકળો માત્ર અટકળો છે. તે અટકળો ચકાસણી વિના માત્ર ખોટી વાતો છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે ‘બીગ બી’ બગડ્યા!
અમિતાભ બચ્ચને તેમની પોસ્ટમાં લખ્યું છે કે, “અલગ થવા માટે ઘણી હિંમત, વિશ્વાસ અને સત્યની જરૂર પડે છે… હું મારા પરિવાર વિશે બહુ ઓછી વાત કરું છું કારણ કે તે મારું ડોમેન છે અને હું તેની ગોપનીયતા જાળવી રાખું છું. અટકળો માત્ર અટકળો જ છે. ખોટું અને પસંદગીયુક્ત માહિતીને પ્રશ્નાર્થ ચિહ્નમાં પુછવી તેમના માટે કાયદાકીય રક્ષણ હોઈ શકે છે…પરંતુ આ જ પ્રશ્નાર્થ દ્વારા શંકાસ્પદ વિશ્વાસના બીજ વાવવામાં આવે છે. ‘બિગ બી’એ આગળ લખ્યું, તમે જે પણ વ્યક્ત કરવા માગો છો તે લખો… પરંતુ જ્યારે તમે તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકો છો, ત્યારે તમે માત્ર એમ જ નથી કહેતા કે લેખન શંકાસ્પદ હોઈ શકે છે… પરંતુ તમે ઇચ્છો છો કે વાચક તેના પર વિશ્વાસ કરે. અને તેને આગળ શેર કરે જેથી તમારા લેખનને મહત્ત્વ મળે. તમારી લેખન માત્ર તે એક ક્ષણ માટે નહીં, પરંતુ ઘણી ક્ષણો માટે પરિપૂર્ણ છે. અમિતાભે આગળ લખ્યું કે તમારા લેખનને મહત્વ મળે છે, પરંતુ તમે નથી જાણતા કે તમારા લખાણની વિષય, વ્યક્તિ અથવા પરિસ્થિતિ પર શું અસર થશે. લગ્નની અફવાઓને વેગ ક્યારેથી મળ્યો?
અભિષેક અને ઐશ્વર્યા રાયના લગ્નની અફવાઓને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે ઐશ્વર્યાએ બચ્ચન પરિવાર વગર અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં હાજરી આપી હતી. ‘ઐશ્વર્યાએ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી હતી’
ઐશ્વર્યા રાયે 1 નવેમ્બરે પોતાનો 51મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારના અન્ય કોઈ સભ્યએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા નથી. જોકે, 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર તેમના માટે એક સુંદર પોસ્ટ કરી હતી અને એક્ટરને અભિનંદન પાઠવ્યા હતા. , આ પણ વાંચો….. ઐશ્વર્યા રાય બચ્ચને આરાધ્યાના જન્મદિવસની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેણે તેની દીકરીને ટીનએજર થવા પર અભિનંદન પાઠવ્યાં હતાં. જોકે, આ તસવીરોમાં બચ્ચન પરિવારનાં કોઈ સભ્ય જોવાં મળ્યાં ન હતા. આરાધ્યાના પિતા અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા ન હતા. આ કારણે છૂટાછેડાના સમાચારે વધુ વેગ પકડ્યો છે. વધુ વાંચો…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments