back to top
Homeગુજરાતઅમદાવાદના સમાચાર:બે દિવસમાં 162 દુકાનો-ઓફિસોને નોટીસ આપી દંડ વસૂલાયો, 5 દુકાનો સીલ

અમદાવાદના સમાચાર:બે દિવસમાં 162 દુકાનો-ઓફિસોને નોટીસ આપી દંડ વસૂલાયો, 5 દુકાનો સીલ

જાહેર માર્ગો પર ગંદકી/ ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા. જાહેરમાર્ગો પર ગંદકી /ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં ગંદકી બદલ ચાંદખેડામાં અંકિતા ભાજીપાવ, સાબરમતીમાં ઢોસા હબ, નવરંગપુરા સીજી રોડ પર રાધે રજવાડી ચા અને ઓહમ રજવાડી છીએ તેમજ રેડ રોઝ એમ કુલ 5 દુકાનોને સીલ કરવામાં આવી છે. છેલ્લાં બે દિવસમાં જેટલા દુકાનો-ઓફિસોને 162 નોટીસ આપી તેમજ કુલ રૂ. 91400નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે જ્યારે 5 દુકાનોને સીલ મારવામાં આવી છે. પ્રતિમાઓની દરરોજ સાફસફાઈ કરવા અંગે રજૂઆત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પાણી અને ગટરની સમસ્યા દૂર ન કરી શકતા હોવાની રજૂઆત કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્વારા કરવામાં આવી હતી. અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં પણ તેઓ સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં દેશના મહાન નેતાઓ મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભાઈ પટેલ, ડો.બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓની યોગ્ય રીતે દેખરેખ કે સાફ સફાઈ થતી નથી. જેને લઈને કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમેર બોર્ડ બેઠકમાં શહેરમાં આવેલી તમામ પ્રતિમાઓની દરરોજ સાફસફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જવાબદારી મ્યુનિ. કમિશનરની રહેશે
પ્રતિમાઓની દેખરેખ અને સાફસફાઈ ફક્ત તેમની પુણ્યતિથિ તથા તેમની જન્મદિવસ નિમિત્તે જ કરવામાં આવે છે. તે માટે કોર્પોરેટરે તેમની પ્રતિમાઓને દરરોજ સાફ કરવામાં આવે તેવી માગ કરી હતી. આ સિવાય તેમના વોર્ડમાં છેલ્લા 6 મહિનાથી પાણીના પ્રશ્નનો નિકાલ ન થતો હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે ચિમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈપણ અધિકારીને તેમની ઓફિસમાં બેસવા દેવામાં આવશે નહીં. જેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિ. કમિશનરની રહેશે. રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ 15 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી લંબાવાયો
​​​​​​​આયુર્વેદ અને હોમિયોપેથીમાં સરકારી અને મેનેજમેન્ટ બેઠક ઉપર પ્રવેશ માટે ચોથા રાઉન્ડનો ઓનલાઈન પીન ખરીદી અને રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ 15 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. નવા રજીસ્ટર થયેલા અને રિવાઇઝ કટ ઓફ મુજબ રજીસ્ટર થયેલો ઉમેદવારોની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.જે મુજબ આયુર્વેદમાં 21 અને હોમિયોપેથી 51 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે.હજુ 90 બેઠક ખાલી છે જ્યારે હોમિયોપેથીમાં 47 બેઠક ખાલી છે.આમ કુલ 137 બેઠકો હજી ખાલી છે. 64 ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા થશે
​​​​​​​આયુર્વેદ અને હોમિયોપેથના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશમાં વિદ્યાર્થીઓ જો પોતાનો પ્રવેશ રદ કરવા માંગે તો તે પોતાની રિફંડેબલ ડિપોઝિટ ફી જપ્ત થશે અને હવે પછીનો કોઈપણ મેડિકલના કોર્સમાં ભાગ લઈ શકશે નહીં.તેઓ પોતાના પ્રવેશ રદ કરવા માટે 21 નવેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યાથી 23 નવેમ્બરના બપોરે 12 વાગ્યા સુધી હેલ્પ સેન્ટર પર પોતાના અસલ પ્રમાણપાત્રો જમા કરાવી શકશે.જ્યાં તેમનો પ્રવેશ રદ થઈ શકશે. ગુજરાત રાજ્યમાં MBBSની 16 બેઠકો અને BDSની 48 બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઇન સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ યોજવામાં આવશે.આ રાઉન્ડમાં કુલ 64 ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા થશે.જે વિદ્યાર્થીઓએ ચોથા રાઉન્ડમાં ભાગ લીધો હોય અને આજ સુધી એક પણ મેડિકલના કોર્સમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ ન હોય તે વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.વિદ્યાર્થીઓએ 25 નવેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે ડિપોઝિટ ભર્યા બાદ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ કોઈપણ સંજોગોમાં પ્રવેશ સમિતિ દ્વારા રદ કરવામાં આવશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments