back to top
Homeગુજરાતઅમદાવાદમાંથી સતત બીજા દિવસે MD ડ્રગ્સ ઝડપાયું:દાણીલીમડા વિસ્તારમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ...

અમદાવાદમાંથી સતત બીજા દિવસે MD ડ્રગ્સ ઝડપાયું:દાણીલીમડા વિસ્તારમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો, બે હથિયાર અને 40 જીવતા કાર્ટિઝ પણ મળી આવ્યા

અમદાવાદ શહેરમાં ડ્રગ્સની બદી એટલી વધી ગઈ છે કે આજે સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયું છે. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રૂ. 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક શખ્સને સવા કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી પોલીસે બે હથિયાર અને 40 જીવતા કાર્ટિઝ પણ મળી આવ્યાં હતાં. દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો?, તેની પાસેથી ઝડપાયેલાં હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાંથી સતત બીજા દિવસે MD ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ એસઓજીએ મંગળવારે રાત્રે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડી રૂ. 25 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ્સ સિન્ડિકેટના 6 સભ્યોને ઝડપી પાડ્યા હતા. તેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ઝિશાન દત્તા પવલે નામના એક શખ્સને રૂ. 1.30 કરોડની કિંમતના 1 કિલો 230 ગ્રામ એમડી ડ્ર્ગસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી હથિયાર પણ મળી આવ્યા
દાણીલીમડા વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીના કબજામાંથી પોલીસે 2 હથિયાર, 40 જીવતા કાર્ટિઝ અને 18 લાખ રૂપિયા કબજે કર્યા છે. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલો આરોપી હથિયારનો શું ઉપયોગ કરવાનો હતો તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી ભૂતકાળમાં પણ અન્ય ગુનામાં સંડોવાઈ ચૂક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મંગળવારે એલિફન્ટા સોસાયટીમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપ્યું હતું
SOGની ટીમને બાતમી મળી હતી કે ફતેહવાડી વિસ્તારમાં આવેલો મુસ્તકીમ શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. તેણે મધ્યપ્રદશમાં રહેતા મોહંમદ ખાન નામના શખસ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો છે. મોહંમદ ખાન, મુસ્તકીમ સહિતના લોકો નારણપુરા ખાતે આવેલી એલિફન્ટા સોસાયટીમાં એમડી ડ્રગ્સનો જથ્થાની લેવડદેવડ કરવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમ એલિફન્ટા સોસાયટીમાં પહોંચી હતી, જ્યાં જિજ્ઞેશ પંડ્યાના ઘરમાં રેડ કરી હતી. જિજ્ઞેશ પંડ્યાના ઘરમાં મોહંમદ ખાન, મુસ્તકીમ ઉર્ફે ભૂરો, ધ્રુવ પટેલ, મોહંમદ એઝાજ શેખ, અબરારખાન પઠાણ હાજર હતા. એસઓજીએ તમામને કોર્ડન કરી લીધા હતા અને તેમની અંગઝડતી કરી હતી. તમામ પાસેથી એસઓજીની ટીમને સફેદ પાઉડર મળ્યો હતો. જિજ્ઞેશ પંડ્યાના ઘરેથી 25.68 લાખનું MD ડ્રગ્સ જપ્ત કર્યું
SOGને એક સ્કોર્પિયો કાર પણ મળી આવી હતી. જેની તપાસ કરતા તેમાંથી પણ સફેદ પાઉડર મળી આવ્યો હતો. SOGએ તરત જ એફએસએલની ટીમને જાણ કરી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સફેદ પાઉડરનું પરીક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. SOGએ જિજ્ઞેશ પંડ્યા, મોહંમદ ખાન, મુસ્તકીમ, ધ્રુવ પટેલ, મોહંમદ એઝાજ, અબરારખાન પઠાણની ધરપકડ કરી હતી. તમામની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરતાં આરોપીઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનના ડ્રગ્સ-માફિયા સમીર પાસેથી જથ્થો લાવ્યા હતા. એસઓજીએ તમામ પાસેથી 25.68 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ત્રણ લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે. મુસ્તકીમ-મોહંમદ ખાને સિન્ડિકેટ બનાવી હતી
મુસ્તકીમ અને મોહંમદ ખાન તમામને કમિશન આપતો હતો. ડ્રગ્સ વેચવા માટે મુસ્તકીમ અને મોહંમદ ખાને પોતાની સિન્ડિકેટ બનાવી હતી, જેમાં તેમણે કમિશન એજન્ટ તરીકે કેટલાક લોકોની નિમણૂક કરી હતી. જિજ્ઞેશ પંડ્યા, ધ્રુવ પટેલ, મોહંમદ એઝાજ, અબરારખાન પઠાણ સિન્ડિકેટના મેમ્બર હતા. તમામને મુસ્તકીમ અને મોહંમદ ખાને કમિશન આપવાની વાત કરી હતી. ઊંચું કમિશન મળતાં ચારેય યુવકો ડ્રગ્સ સિન્ડિકેટના મેમ્બર બની ગયા હતા. એસઓજીએ ફ્લેટમાં ઓપરેશન પાર પાડીને 25.68 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments