back to top
Homeગુજરાતગુજરાતની શાળાઓમાં ભગવદ ગીતાના શ્લોક મુદ્દે PIL:હાઇકોર્ટે કહ્યું-તે માત્ર નૈતિક મૂલ્યો શીખવે...

ગુજરાતની શાળાઓમાં ભગવદ ગીતાના શ્લોક મુદ્દે PIL:હાઇકોર્ટે કહ્યું-તે માત્ર નૈતિક મૂલ્યો શીખવે છે, તે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે; વર્ષોથી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના નૈતિક મૂલ્યો ભણીએ છીએ

ગુજરાત હાઇકોર્ટમાં જમિયત ઉલેમાં એ હિન્દ દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ સુનાવણી ચાલી હતી. અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા ઠરાવ પસાર કરીને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના વગેરેના સમયે ભગવદગીતાના શ્લોક ઉમેરવામાં આવ્યા છે. જે અભ્યાસક્રમનો પણ ભાગ બનવાના છે. તે સરકારી ઠરાવને મૂળ અરજીમાં ચેલેન્જ કરવામાં આવેલ છે. નેશનલ એજ્યુકેશન પોલિસી મુજબ તમામ ધર્મની સારી બાબતો જે ધર્મનિરપેક્ષતા શીખવતી હોય તેના સિદ્ધાંતોનો અભ્યાસમાં સમાવેશ કરવો જોઈએ. ફક્ત ભગવત ગીતાનો નહીં. પોતાના ધર્મની સારી બાબતોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા સરકારને રજૂઆત કરો
જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે, ભગવદ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નહીં પરંતુ, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ભાગ છે. જેમાં નિહિત સિદ્ધાંતો નૈતિક મૂલ્યો જ શીખવે છે. તેથી, ભગવદગીતા એ એક રીતે મોરલ સાયન્સ એટલે કે નૈતિક વિજ્ઞાન જ છે. હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે, આપણે વર્ષોથી પાશ્ચાત્ય દુનિયાના નૈતિકતાના પાઠ ભણીએ જ છીએ. આ અરજી એક પ્રોપેગન્ડા અને સ્ટંટથી વધુ કંઇ જ નથી. નેશનલ પોલિસીથી વિરૂદ્ધનું એમાં કંઇ જ નથી. અરજદારોએ પોતાના ધર્મની સારી બાબતોનો અભ્યાસક્રમમાં ઉમેરો કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. એક પછી એક સરકાર તે પ્રમાણે ઉમેરો કરી શકે છે. સુનાવણી માટે એક મહિના પછીની તારીખ આપી
આ અંગે અરજદારી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ અરજી સંદર્ભે સરકાર દ્વારા જવાબ રજૂ ન કરાયો હોવાની પણ અરજદારે રજૂઆત કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે, અભ્યાસક્રમ નક્કી કરતી એક વિશિષ્ટ બોડી હોય છે. તેને જ અભ્યાસ તો નક્કી કરવો જોઈએ, સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે ભગવદગીતા તે માત્ર ધાર્મિક શિક્ષણ નથી પરંતુ, જીવનના પાયાની નીતિ ઘડતરના મૂલ્યો શીખવે છે. તે નેશનલ એજ્યુકેશન પોલિસીના વિરુદ્ધમાં નથી. હાઇકોર્ટે અરજદારને મૂળ અરજી ઉપર સુનાવણી માટે એક મહિના પછીની તારીખ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments