back to top
Homeબિઝનેસગૂગલને વેચવું પડી શકે છે ક્રોમ બ્રાઉઝર:અમેરિકન સરકાર દબાણ કરી શકે, કંપની...

ગૂગલને વેચવું પડી શકે છે ક્રોમ બ્રાઉઝર:અમેરિકન સરકાર દબાણ કરી શકે, કંપની પર પોતાનો એકાધિકારનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ

ગૂગલે તેનું ઇન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ ક્રોમ વેચવું પડી શકે છે. હકીકતમાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJ ક્રોમ ઇન્ટરનેટ બ્રાઉઝર વેચવા માટે ગૂગલ પર દબાણ લાવી શકે છે. આ મામલે કોર્ટ નિર્ણય આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ સર્ચ પર અન્યાયી રીતે માર્કેટને કબજે કરવાનો આરોપ છે. યુએસ સરકાર ગૂગલ ક્રોમનો એકાધિકાર ઘટાડવા માગે છે. આ માટે આ પગલું ભરી શકાય છે. શું છે મામલો?
ઓગસ્ટમાં એક નિર્ણયમાં યુએસ કોર્ટે ગુગલને એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દોષી ઠેરવ્યું હતું. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ગૂગલે સર્ચ અને એડવર્ટાઇઝિંગ માર્કેટમાં પોતાની એકાધિકારનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો છે. જે સાબિત કરે છે કે કંપની મોનોપોલીસ્ટ છે અને પોતાનો ઈજારો જાળવી રાખવા માટે કામ કર્યું છે. ગૂગલ ક્રોમ સૌથી લોકપ્રિય બ્રાઉઝર
હાલમાં એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ સિવાય ગૂગલ પાસે ગૂગલ ક્રોમ બ્રાઉઝર અને એઆઈ જેમિની જેવી સેવાઓ છે. કંપની તેના Google શોધ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓને લક્ષ્યાંકિત જાહેરાતો બતાવે છે. વિશ્વભરમાં કુલ ઇન્ટરનેટ શોધમાંથી 65% Google Chrome બ્રાઉઝર દ્વારા કરવામાં આવે છે. આ પછી Apple Safari પાસે 21% માર્કેટ શેર છે. ફાયરફોક્સ સહિત અન્ય બ્રાઉઝરનો હિસ્સો ઘણો ઓછો છે. ગૂગલ ક્રોમના વધતા શેરનું મુખ્ય કારણ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે. વિશ્વના મોટાભાગના વપરાશકર્તાઓ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જેમાં ગૂગલ ક્રોમ ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે રહે છે. ગૂગલની પેરેન્ટ કંપનીના શેર 1.25% ઘટ્યા
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેર બુધવારે 1.25% વધ્યા હતા. હાલમાં કંપનીનું માર્કેટ કેપ વધીને 2.16 લાખ કરોડ ડોલર (રૂ. 182.40 લાખ કરોડ) થઈ ગયું છે. માર્કેટ કેપની દૃષ્ટિએ આલ્ફાબેટ વિશ્વની ચોથી સૌથી મોટી કંપની છે. માર્કેટ કેપમાં વિશ્વની 5 સૌથી મોટી કંપનીઓ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments