ભાવનગર-અમદાવાદ ટૂંકા માર્ગ પર નારી ગામ નજીક ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ વરતેજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લામાં આવેલ ઇલેક્ટ્રો સ્ટીલ માંથી લોખંડની હેવી વજનની બ્લેડ ભરીને ત્રણ અલગ અલગ વાહનોમાં લોખંડી બ્લેડ ભરી ભાવનગર આવી રહ્યા હતા તે વેળાએ નારી ગામ પાસે પહોંચતા એક પછી એક ત્રણ ટ્રક એક લાઈનમાં ચાલી રહ્યા હતા તે વેળાએ નારી ગામ નજીક મઢૂલી પાસે આવતા જ્યાં સ્પીડ બ્રેકર આવતા પ્રથમ ટ્રક ચાલકે ધીમી કરતા બાદમાં બીજા ટ્રકના ચાલકે તેની પાછળ ધીમી કરી હતી, અને ત્રીજો ટ્રકના ચાલક દિનેશ ગોપાલલાલ ઘાકર રહે. રાજસ્થાન વાળાએ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે ચલાવતો હોય તેથી તેણે ટ્રકને બ્રેક મારી શકે તેમ ન હોવાને કારણે તેણે ટ્રકમાંથી કૂદકો મારી ગયો હતો, તે ટ્રકમાં ક્લીનર અનિલ કાલુલાલ કંજર કેબિનમાં સૂતો હતો, ટ્રક ટેલર ધડાકાભેર અથડાતા કેબિન આખી દબાઈ જતા તેમાં સુતેલ અનિલ કાલુલાલ કંજરને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, આ અંગે વરતેજ પોલીસ મથકે મહાવીર રામલાલ ઘાકરએ દિનેશ ગોપાલલાલ ઘાકર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.