બોલિવૂડમાં એવા ઘણા છૂટાછેડા થયા જેણે સિનેમાપ્રેમીઓને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એ.આર.રહેમાનના છૂટાછેડાની પણ વાતો ચાલી રહી છે.આવા સમયે તેમની વકીલ વંદના શાહનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેમણે કહ્યું હતું કે બોલિવૂડના લગ્ન કેમ નથી ચાલતા. વીડિયોમાં વંદના કહેતી જોવા મળે છે કે તે નથી લાગતું કે ફિલ્મી દુનિયામાં કપલ્સ અલગ થવાનું કારણ કોઈ અન્ય સાથે અફેર છે કે વિશ્વાસઘાત જ હોય છે. બોલિવૂડના લગ્નોનું સત્ય
એડવોકેટ વંદનાનો વીડિયો Reddit પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, વંદના સાહ ભારતની ટોચની છૂટાછેડા વકીલ છે જે સેલિબ્રિટી લગ્નો પર વાત કરી રહી છે. શું કોઈ અનુમાન કરી શકે છે કે તે કયા દક્ષિણ ભારતીય ફિલ્મ સ્ટાર વિશે વાત કરી રહી છે? વંદનાએ આગળ કહ્યું, ‘તેમની લાઈફ ઘણી અલગ હોય છે. મને લાગે છે કે ઘણા લગ્ન તૂટવાનું કારણ માત્ર છેતરપિંડી નથી. લગ્ન તૂટવાનું કારણ લગ્નજીવનમાં તેમનો કંટાળો છે કારણ કે તેઓએ બધું જોયું હોય છે. એ કંટાળામાંથી બહાર આવવા માટે તે એક લગ્નથી બીજા લગ્નમાં જાય છે. આ બોલિવૂડ અને સુપર રિચ પરિવારોમાં આ ખૂબ જ વિચિત્ર બાબત છે. કેમ કે, હું ભાગ્યે જ અન્ય લોકોના લગ્નમાં આવું જોઉં છું.
લગ્ન તૂટવાનું મુખ્ય કારણ કંટાળો
વંદના આગળ કહે છે, ‘મને લાગે છે કે તેઓ ખૂબ જ અલગ પ્રકારની સેક્સુઅલ લાઇફ જીવે છે. જે બતાવી શકાતી નથી. આ લોકોના સેક્સુઅલ એક્સપેક્ટેશંસ સામાન્ય લોકો કરતા ઘણા વધારે હોય છે. ત્રીજું, અન્ય પાર્ટનર સાથે સૂવું અહીં સામાન્ય વાત છે અને વન નાઇટ સ્ટેન્ડથી આ લોકોને બહુ ફરક પડતો નથી. હું બોલિવૂડનો હિસ્સો નથી પરંતુ મારી સામે જે કેસ આવે છે તેના આધારે બોલી રહી છું. મુખ્ય મુદ્દો કંટાળાનો છે, મુખ્ય મુદ્દો છે ‘મને એટલું મહત્ત્વ નથી મળતું.’ મુખ્ય મુદ્દો એ છે કે ‘મારે અન્ય લોકોનું સાંભળવું પડે છે જેઓ લગ્નનો હિસ્સો નથી.’ આ અન્ય માતા, ભાઈ કે જેઓ ખર્ચ ઉઠાવી રહ્યા છે અથવા સસરા હોઈ શકે છે. વંદનાએ એક કેસની વાત સંભળાવી
વંદનાએ જણાવ્યું કે આવો જ એક કિસ્સો હતો જેમાં સસરા તમામ ખર્ચ ઉઠાવતા હતા. ઘણા પૈસા હતા. પતિ તેની પત્ની સામે સિંહ બનતો હતો પણ પિતાની સામે તે બિલાડી બની જતો હતો. વંદનાએ કહ્યું કે આ દક્ષિણનો કેસ છે. નોંધનીય છે કે વંદના કોઈ ચોક્કસ કેસ વિશે વાત નથી કરી રહી પરંતુ જનરલ આઇડિયા આપી રહી હતી. તેણે કોઈ સેલિબ્રિટી કે પરિવારનું નામ લીધું ન હતું.