back to top
Homeગુજરાત‘થેન્કયુ શો મચ, ફોર ધ ગ્રેટ લાઇફ, ગુડબાય’:રાજકોટમાં ઓનલાઇન ગેમિંગ એપમાં મોટી...

‘થેન્કયુ શો મચ, ફોર ધ ગ્રેટ લાઇફ, ગુડબાય’:રાજકોટમાં ઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતાં કોલેજિયનનો આપઘાત, મોબાઇલમાંથી સુસાઈડ નોટ મળી આવી

ઓનલાઇન જુગારનું દુષણ દિવસે ને દિવસે ફેલાતુ જઇ રહયુ છે. ઓનલાઇન ગેમીંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર, કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઇ રસ્તો ન મળતા આપઘાત કરી લે છે અને આવી ઘટના રાજકોટમાં બનવા પામી છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડીત નામના 20 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને યુવકના મોબાઇલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે, જે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. થેન્કયુ શો મચ, ફોર ધ ગ્રેટ લાઇફ, ગુડબાય
મૃતક યુવાને સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ઓનલાઇન જુગારે માનસિક અને આર્થિક રીતે યુવાનોને પાયમાલ કરી નાંખે છે. મારી આત્મહત્યા પાછળ હું લોકોને એક સંદેશ આપવા માંગુ છે કે ઓનલાઇન જુગારથી દુર રહો. તેમજ તેમના મિત્ર પ્રિયાંશને સંબોધીને જણાવ્યુ હતુ કે, મારી છેલ્લી ઇચ્છા છે કે ઓનલાઇન જુગાર સદંતર માટે બંધ થવી જોઇએ કારણ કે, ઓનલાઇન જુગાર એ એક ખતરનાક વ્યસન છે. ‘થેન્કયુ શો મચ, ફોર ધ ગ્રેટ લાઇફ, ગુડબાય’ મૃતક ક્રિષ્ના પંડિતની અક્ષરસ: સ્યૂસાઇડ નોટ
હું આપઘાત કરી રહ્યો છું કારણ કે, મેં બધા જ પૈસા ઓનલાઇન ગેમીંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમા ગુમાવી દીધા છે તેમજ અંતિમ પળોમાં પોતાના માતા-પિતાને માફી માંગતા તેમણે લખ્યુ છે કે, સ્ટેક જેવી બેટિંગ સાઇટ પર તેણે બધુ જ ગુમાવી દીધું છે તેમજ જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે. મારા આ નિર્ણય માટે કોઇપણ વ્યકિત જવાબદાર નથી. તેનો જવાબદાર માત્રને માત્ર હું જ છું. જુગારનું વ્યસન વ્યકિતને અંદરથી ખાલી કરી દે છે. આ જુગારમાંથી છોડાવવા મિત્રો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ, હું જુગારની લત છોડી શકયો નહોતો અને આ વ્યસન મને ચરમસીમાએ લઇ ગયુ હતું. તેમજ બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો. તેનું ધ્યાન રાખજો. તે કોઇ ખોટુ પગલું ન ભરે. પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડીતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરીવારજનો ક્રિષ્નાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતા ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ સમયે દેકારો બોલી જતા પાડોશમાં રહેતા નવીનભાઇએ તુરંત 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108ના ઇ.એમ.ટી. દિવ્યાબેન બારોટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રિષ્ના પંડીતને મૃત જાહેર કર્યો હતો. ગેમીંગ એપમાં સટ્ટો રમતા પૈસા હારી ગયો
મૃતક ક્રિષ્ના પંડીતના મોબાઇલમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે ઓનલાઇન ચાલી રહેલી ગેમીંગ એપમાં સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી જતા કોઇને મોં દેખાડવાને લાયક ન રહેતા પોતે આ પગલું ભરતો હોવાની પરિવારને સંબોધીને લખ્યુ હતુ. આ ઘટના મામલે હવે ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલાયો
યુવકના મૃત્યુની જાણ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફને થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી ક્રિષ્ના પંડીતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ક્રિષ્ના એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો તેમજ તેની બહેન ધો. 12માં અભ્યાસ કરતી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જયારે તેના પિતા રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments