ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે અનુભવી બેટર વિરાટ કોહલીનો બચાવ કર્યો છે. પર્થ ટેસ્ટ પહેલા બુમરાહે કહ્યું કે ‘મારે કોહલીને કંઈ કહેવાની જરૂર નથી. મેં તેની કેપ્ટનશિપમાં ડેબ્યુ કર્યું છે. સિરીઝમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, પરંતુ તેનો આત્મવિશ્વાસ અકબંધ રહે છે.’ ટીમ ઈન્ડિયાને 22 નવેમ્બર, શુક્રવારથી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમવાની છે. જેમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળશે. બુમરાહના નિવેદનની ખાસ વાતો… હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ વિશે… કમિન્સે કહ્યું- દબાણ હશે, પરંતુ અમારી તૈયારી પાક્કી છે
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સ્વીકાર્યું કે તેની ટીમ પર દબાણ રહેશે, જેણે ભારત સામે તેની છેલ્લી ચાર ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. તેણે કહ્યું- હોમ ગ્રાઉન્ડ પર રમતી વખતે હંમેશા દબાણ રહે છે. ભારત એક સારી ટીમ છે અને તે એક સારો પડકાર હશે, પરંતુ અમે બહુ આગળનું વિચારી રહ્યા નથી. BGT જીતવું અદ્ભુત હશે. ભારતીય ટીમ ઘણી સારી છે, પરંતુ અમારી તૈયારી પણ પાક્કી છે. કમિન્સના નિવેદનની વિશેષતાઓ… BGT સંબંધિત આ સમાચાર પણ વાંચો… રોહિતની જગ્યાએ કોણ ઓપનિંગ કરશે?: હર્ષિત-નીતિશ ડેબ્યૂ કરી શકે, ભારત 3 પેસર મેદાનમાં ઉતારશે; પર્થ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ-11 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ આવતીકાલથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત માટે WTC ફાઈનલમાં પહોંચવા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાંચ બેટર્સ, એક વિકેટકીપર, બે ઓલરાઉન્ડર (એક સ્પિન અને એક પેસ) અને ત્રણ પેસર સાથે મેદાનમાં ઉતરી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…