back to top
Homeગુજરાતભારતનો કમળ આકારનો સૌથી પહેલો ગાર્ડન:ગુજરાતમાં સૌથી મોટો ગાર્ડન અમદાવાદમાં બનશે, દરેક...

ભારતનો કમળ આકારનો સૌથી પહેલો ગાર્ડન:ગુજરાતમાં સૌથી મોટો ગાર્ડન અમદાવાદમાં બનશે, દરેક રાજ્યના ફૂલો જોવા મળશે

અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક લોટસ પાર્ક (ગાર્લેન્ડ ઓફ ઈન્ડિયા) બનાવવામાં આવશે. ભારતનું સૌથી પહેલું અને મોટું કમળ આકારનું આખું પાર્ક બનાવવામાં આવશે. એક જગ્યાએ જ ભારતના તમામ રાજ્યના ફૂલોને નિહાળી શકશે. દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 કરોડના ખર્ચે આ લોટસ પાર્ક બનાવવા માટેના કામને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. આખું પાર્ક 50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. 25,000 ચો.મી. પ્લોટમાં લોટસ પાર્ક બનાવવામાં આવશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ગોતા વોર્ડમાં આવેલા દેવ સિટી નજીક 25,000 ચોરસ મીટરના પ્લોટમાં કમળના આકારનું લોટસ પાર્ક (ગાર્ડન) બનાવવામાં આવશે. ગુજરાત અને અમદાવાદનો સૌથી મોટો આ ગાર્ડન બનશે. ફલોરલ મ્યુઝિયમમાં વિદેશનાં ફુલોનું પ્રદર્શન કરવામાં આવશે. આ પાર્ક ડેવલપ થવાથી તમામ રાજ્યોનાં ફુલોનું એક જ સ્થળે પ્રદર્શન, વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરીટેજ વિસ્તારનું બ્યુટિફિકેશન, ગામતળનાં સુવિધા સહિતનાં કામો થશે ઉપરાંત શહેરની શોભામાં વધારો થશે. ફૂલોને વહન કરતી તમામ પાંખડીઓ ટેબ્લેટ વડે ટેક્નોલોજીકલ રીતે ભેજ, તાપમાન અને દરેક વસ્તુને નિયંત્રિત કરી શકશે. જે ચોક્કસ પ્રદેશના ચોક્કસ ફૂલને ઉગાડવા માટે જરૂરી છે. ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે
આ પાર્કમાં ફ્લોરલ મ્યુઝિયમમાં વિશ્વના વિવિધ ભાગોના વિવિધ ફૂલોનું પ્રદર્શન કરશે. ફૂલોની દુકાનમાં ફ્લાવર પ્રોડક્ટ્સ ખરીદી શકશે છે. અહીં ફ્લોરલ વેલનેસનો પણ લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, MEP, ટેકનોલોજી, આસપાસના લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધા સુવિધાઓ, પાર્કિંગ વગેરે હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments