ફિલ્મ ‘ગદર 2’ 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલની જોડી જોવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન અનિલ શર્માએ કર્યું હતું. તાજેતરમાં જ એક્ટ્રેસ ‘ગદર 2’ના ક્લાઈમેક્સને લઈને એક નવો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ફિલ્મના ક્લાઈમેક્સમાં તેની મુખ્ય ભૂમિકા હતી, પરંતુ તેને જાણ કર્યા વિના છેલ્લી ક્ષણે તેને બદલી દેવામાં આવ્યો હતો. એક ફેન્સે સોશિયલ મીડિયા પર યુટ્યુબની લિંક શેર કરી આના પર અમિષાએ તરત જ રિએક્શન આપ્યું અને કહ્યું, ‘હા, ડિરેક્ટર અનિલ જીએ મને કહ્યું હતું કે સકીના ક્લાઈમેક્સમાં વિલનને મારી નાખશે. પણ ક્લાઈમેક્સ મારી જાણ વગર બદલાઈ ગયો. અમીષાએ આગળ લખ્યું, ‘જોકે, હવે જે થયું તે થયું. અનિલ જી મારા પરિવાર જેવા છે અને મને ખાતરી છે કે તેમને પણ આ વાતનો અફસોસ હશે. ‘ગદર 2’ ઈતિહાસ રચી ચૂકી છે. હવે આગળ વધવાનો સમય છે. આ પહેલા હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અમીષા પટેલે કહ્યું હતું કે, ‘શૂટીંગ દરમિયાન મોટાભાગે હું અનિલ શર્મા સાથે વાત કરતી નહોતી. મારે જે પણ કહેવું હતું તે મને તેના આસિસ્ટન્ટ ડિરેક્ટર દ્વારા જ કહેવામાં આવ્યું હતું. અમારી વચ્ચે સર્જનાત્મક મતભેદો હતા અને આ ચાલુ રહ્યું. ‘ગદર-2’ 2023માં રિલીઝ થઈ હતી
‘ગદર 2’ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ હતી. તે 2001માં આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સિક્વલ હતી.