છેલ્લા કેટલાક દિવસોથી સ્વરા ભાસ્કર તેના પોશાકને લઈને ટ્રોલ થઈ રહી છે. હવે સ્વરાએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને ટ્રોલ કરનારાઓને ફટકાર પણ લગાવી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સ્વરા ભાસ્કરનો મૌલાના સજ્જાદ નોમાની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરોમાં સ્વરા સૂટ અને માથા પર દુપટ્ટો પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરો સામે આવતા જ સ્વરા ટ્રોલના નિશાના પર આવી ગઈ હતી. ટ્રોલર્સે તેના પોશાકની મજાક ઉડાવી અને તેને ‘સ્ટીરીયો ટાઈપ’ કહીને તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ સ્વરાને ડબલ સ્ટાન્ડર્ડ તરીકે પણ ટેગ કરી હતી. લોકોએ કહ્યું કે સ્વરા એક મૌલાનાને મળી જેણે મહિલા શિક્ષણને લઈને ખોટું નિવેદન આપ્યું હતું. સ્વરા તેના પતિ ફહાદ અહેમદ સાથે મૌલાના નોમાનીની ઓફિસમાં મળવા ગઈ હતી. તેને મળ્યા બાદ ફહદે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જનાબ હઝરત મૌલાના સજ્જાદ નૌમાની સાહેબની સેવામાં હાજર થયા અને તેમણે અમને ઘણા આશીર્વાદ આપ્યા.’ લોકોએ કહ્યું- મુસ્લિમ સાથે લગ્ન કર્યા પછી તેણે પોશાક બદલી નાખ્યો
સ્વરા ભાસ્કરની આ તસવીરો પર લોકો કહેવા લાગ્યા કે મુસ્લિમ સાથે લગ્ન કર્યા બાદ તેની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તે પહેલા કેવી રીતે જીવતી હતી અને હવે તેણે તેના માથા પર દુપટ્ટો પહેરવાનું શરૂ કર્યું છે. સ્વરાએ જવાબ પોસ્ટ કર્યો
નહસ્વરાએ લગ્ન પછીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતાં લખ્યું કે, મને ખબર નહતી કે લગ્ન પછીના મારા દેખાવ અને લાઈફસ્ટાઈલને લઈ નેશનલ લેવલની ચર્ચા થશે. આવા લોકોને ચારો આપવા માટે મારી પાસે લગ્ન પછીની હજુ કેટલીક વધુ તસવીરો છે. મને અફસોસ છે કે ફહાદ અહેમદ રૂઢિચુસ્ત મુસ્લિમ પતિના સ્ટીરિયોટાઇપમાં બંધબેસતો નથી. સ્વરા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પડદા પરથી ગાયબ છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર લાંબા સમયથી કોઈ ફિલ્મ કે શોમાં જોવા મળી નથી. લગ્ન બાદથી તે ફિલ્મોમાં સક્રિય નથી. ‘તનુ વેડ્સ મનુ’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મોથી લોકો એક્ટ્રેસને ઓળખે છે. તમને જણાવી દઈએ કે, 16 ફેબ્રુઆરી 2023ના રોજ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે તેણે દીકરી રાબિયાને જન્મ આપ્યો. સ્વરા ભાસ્કર ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે
આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્વરા સમાચારમાં છે. તેને ગૂગલ પર પણ ઘણી સર્ચ કરવામાં આવી રહી છે, જેના કારણે તે ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે. સ્ત્રોત –GOOGLE TRENDS