સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાના આજે દુનિયાભરમાં ચાહકો છે. તેની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દે છે. વિજય તેની ફિલ્મો એટલે કે પ્રોફેશનલ લાઈફ તેમજ તેની પર્સનલ લાઈફ માટે હેડલાઈન્સમાં રહે છે. વિજયનું નામ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના સાથે લાંબા સમયથી જોડાયેલું છે. વિજય અને રશ્મિકાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની જોડીને માત્ર ઓનસ્ક્રીન જ નહીં પરંતુ ઓફસ્ક્રીન પણ ચર્ચામાં રહે છે. વિજય દેવેરાકોંડાએ તેમના રિલેશનશિપ વિશે આપી હિંટ!
વિજય દેવેરાકોંડાએ તાજેતરમાં જ કર્લી ટેલ્સને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ વાતચીત દરમિયાન વિજયે કહ્યું, હું 35 વર્ષનો છું; શું તમને લાગે છે કે હું સિંગલ રહીશ? જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે તેના કો-સ્ટારને અગાઉ ડેટ કરી ચૂક્યો છે, તો એક્ટરે કહ્યું, “હા, મેં કો-સ્ટારને અગાઉ ડેટ કરી છે. પ્રેમ વિશે ખુલીને બોલ્યો એક્ટર
વિજયે વધુમાં કહ્યું, તેમનો પ્રેમ “બિનશરતી” નથી કારણ કે તેની સાથે કેટલીક અપેક્ષાઓ જોડાયેલી છે. હું જાણું છું કે પ્રેમ કરવામાં કેવું લાગે છે અને હું જાણું છું કે પ્રેમ કરવાનો અર્થ શું છે. હું બિનશરતી પ્રેમને જાણતો નથી કારણ કે મારા પ્રેમ સાથે કેટલીક અપેક્ષાઓ છે, તેથી સ્પષ્ટપણે મારો પ્રેમ બિનશરતી નથી. મને લાગે છે કે બધું ઓવર-રોમેન્ટિક થઈ ગયું છે. મહિલાઓ માટે લગ્ન ખૂબ જ પડકારજનક હોય છે-વિજય
જ્યારે અર્જુન રેડ્ડી એક્ટર વિજયને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, મહિલાઓ માટે લગ્ન ખૂબ જ પડકારજનક હોય છે. લગ્ન કોઈની કારકિર્દીના માર્ગમાં ન આવવા જોઈએ. સ્ત્રીઓ માટે લગ્ન મુશ્કેલ છે. તે તમે કયા પ્રોફેશન સાથે જોડાયેલા છો તેના પર પણ આધાર રાખે છે.