અમેરિકામાં બિઝનેસમેન ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું- અદાણીજી 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે અને બહાર ફરે છે કારણ કે પીએમ મોદી તેમને બચાવી રહ્યા છે. ગૌતમ અદાણીએ અમેરિકામાં ગુના આચર્યા છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવામાં આવી રહ્યું નથી. અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધબી બુચ સામે કેસ થવો જોઈએ. અમેરિકામાં ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $265 મિલિયન (આશરે રૂ. 2200 કરોડ)ની લાંચ આપવાનું આપવાનું વચન આપ્યું હતું. રાહુલની કોન્ફરન્સના અપડેટ્સ… અદાણી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ગૌતમ અદાણી પર ન્યૂયોર્કમાં છેતરપિંડી-લાંચનો આરોપ:સૌર ઊર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ આપ્યાનો દાવો; અરેસ્ટ વોરંટ જાહેર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું.