પંજાબી સિંગર દિલજીત દોસાંઝ તેની ‘દિલ-લુમિનાટી’ ટૂર પર છે. અમદાવાદમાં રવિવારે આયોજિત કોન્સર્ટ દરમિયાન મોટી દુર્ઘટનાથી સિંગર બચ્યો હતો. દિલજીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તેના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. ‘પટિયાલા પેગ’ ગાતા-ગાતા પગ લપસ્યો
‘દિલ-લુમિનાટી ટૂર ઇન્ડિયા’ના ભાગરૂપે દિલજીત દોસાંઝ અમદાવાદમાં પરફોર્મ કરવા આવ્યો હતો. આ દરમિયાન ‘પટિયાલા પેગ’ ગીત ગાતા-ગાતા પગ લપસી ગયો અને તે સ્ટેજ પડ્યો, જેના કારણે તેના ફેન્સ ચિંતિત થઈ ગયા.જોકે, તરત જ ઉભા થઈને તેને પરિસ્થિતિને સાંભળી લીધી અને કહ્યું-હું ઠીક છું. આયોજકોને કરી ખાસ વિનંતી
સિંગરે ઊભા થઈને કોન્સર્ટ અટકાવ્યો અને આયોજકોને કહ્યું- તમે અહીં જે ફાયર કરો છો તે ન કરો ભાઈ. તેનાથી સ્ટેજ પર તેલ ઢોળાઈ છે. ત્યારબાદ ફરી કોન્સર્ટ તે એનર્જી સાથે શરૂ કર્યો હતો. ફેન્સે યાદ કર્યો 2013નો કિસ્સો
જ્યારે ફેન્સ દિલજીતના પડવાથી થોડા ચિંતિત હતા, એવામાં એક ફેન્સે તેને સારો સંકેત ગણાવ્યો હતો. તેણે વર્ષ 2013નો એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે, તે સમયે પણ દિલજીત સ્ટેજ પર પડ્યો હતો અને પછી તેનું સ્ટારડમ વધી ગયું હતું. બીજા ફેન્સે લખ્યું, જ્યારે પણ તે પડ્યો, તેણે બમણી પ્રસિદ્ધિ મળી. , ખરા ગુજરાતી હોં!:મફતમાં હોટલની બાલ્કનીમાંથી માણ્યો શો, કોન્સર્ટ અટકાવી દિલજીતે કહ્યું- હોટલવાળા તો ગેમ કરી ગયા વાઈરલ વીડિયોમાં દિલજીત સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યો છે. અચાનક જ તેનું ધ્યાન સામે આવેલી હોટલ તરફ જાય છે અને તે કોન્સર્ટ અટકાવે છે. હોટલ તરફ ઈશારો કરતાં કહે છે, બાલ્કનીમાં બેઠા છે, તેને તો મસ્ત વ્યૂ મળી ગયો યાર! આ તો હોટલવાળા ગેમ કરી ગયા. ટિકિટ વગર છો? આ સમાચાર પણ વાંચો…….