ભરૂચની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટ (સિવિલ હોસ્પિટલ) હવે વધુ અદ્યતન બનવા જઈ રહી છે. જેમાં આગામી વર્ષોમાં સુપર મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ બનવા જઈ રહી છે. જેના કારણે જિલ્લાવાસીઓને કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, નેપ્ટોલોજી સહીત સુવિધાઓ અને તેના તબીબો પણ અહિં જ મળી રહેનાર છે. લોકો માટે નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનાવવા આવશે
ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલને વર્ષ 2019માં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટે તેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ તેમની સુવિધાઓથી હાલમાં સિવિલ હોસ્પિટલ લોકોની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર છે. જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિના મૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે. જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે. એટલું જ નહિં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસીત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માતો તથા રોડ અકસ્માતોના દર્દીઓને પણ સિવિલ હોસ્પીટલ ખાતે લવાય છે. ત્યારે આ દર્દીઓની વિશેષ સુવિધા માટે અદ્યતન સુવિધાઓ હાલમાં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટ ( સિવિલ હોસ્પિટલ) માં કાર્યરત છે. હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યાં છે. આ બાબતે ભરૂચની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડો.ગોપીકા મેખીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરૂચની સિવિલ હોસ્પિટલ જયારથી ડો.કિરણ. સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટે દ્વારા કાર્યભાર સંભાળ્યો ત્યારથી ડો.કિરણ.સી.પટેલ અને સીએમડી ડો.મિતેષ શાહનું એક વિઝન છે કે, ભરૂચ જિલ્લાના લોકો સુવિધાઓ સજ્જ સારવાર મળી રહે તે માટેના હંમેશા પ્રયાસો રહેલા છે. જેમાં કેસ બારી તો હોય પરંતુ કેશ બારી ન હોય તે આધારિત છેવાળાના લોકોની સારવાર કરી રહ્યા છે. અત્યાર સુધી ભરૂચ સિવિલમાં અદ્યતન લેબોરેટરીમાં હાઈટેક સાધનો, સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રામ, ઓપરેશન થિયેટર અને સારામાં સારા તબીબોની સુવિધાઓ આપી રહ્યા છે. લોકોને સારવાર માટે સુરત અથવા વડોદરા નહિ જવું પડે
આ સાથે ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઉભી કરવા જઈ રહ્યું છે. જેમાં સિવિલ સંકુલમાં 200 બેડની સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં ટ્રોમાં સેન્ટરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન 200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે. જેમાં જિલ્લા વાસીઓને અહીંયા જ કાર્ડિયોલોજી, નેપ્રોલોજી, ન્યુરોલોજી અદ્યતન જોઈન્ટ પ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી કરાવી શકાશે. આ ટ્રીટમેન્ટ માટે લોકોએ સુરત અથવા તો વડોદરાના ધક્કા ખાવા પડે તેવી સુવિધાઓ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેનાર છે.