back to top
Homeગુજરાતકારેલીબાગ પોલીસે કબજો લીધો:વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના સૂત્રધાર બાબર પઠાણ...

કારેલીબાગ પોલીસે કબજો લીધો:વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના સૂત્રધાર બાબર પઠાણ સહિત 5 આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ

શહેરની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ઝડપાયેલા પ્રથમ પાંચ આરોપીના આજે રિમાન્ડ પૂરા થતાં ઉઘડતી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. બાબર પઠાણ સહિતના 5 આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને એસએસજી હોસ્પિટલમાં બાબર હબીબખાન પઠાણે સાગરીતો સાથે મળીને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.ત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મારામારી તથા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. કારેલીબાગ પોલીસ દ્વારા બાબર પઠાણ, મહેબુબ પઠાણ, સલમાન પઠાણ, વસીમ મન્સુરી અને એજાજ અહેમદ શેખની જેલમાં ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે તમામ આરોપીઓને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા હતા
શહેરના નાગરવાડા મહેતાવાડીમા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમાર (રાજા)ના પુત્ર તપન પરમારને સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે બાબર હબીબખાન પઠાણ (ઉં.વ.32 રહે, નાગરવાડા સરકારી શાળા નં.10 પાસે કારેલીબાગ વડોદરા, બન્ને ગુનામાં), વસીમ નુરમહમદ મન્સુરી (ઉં.વ.38 રહે. હાથીખાના મહાવત ફળીયુ વડોદરા, બન્ને ગુનામાં), શકીલહુસેન એહમદભાઇ શેખ (ઉં.વ.30 રહે. નાગરવાડા નવરંગ મહોલ્લો વડોદરા), એજાજહુસેન એહમદભાઇ શેખ (ઉ.વ.34 રહે.નાગરવાડા નવરંગ મહોલ્લો વડોદરા, બન્ને ગુનામાં) અને શબનમ W/O વસીમ નુરમહંમદ મન્સુરી (ઉં.વ.33 રહે. હાથીખાના મહાવત ફળીયુ વડોદરા શહેર)ની ધરપકડ કરી હતી. તેઓના 4 દિવસના રિમાન્ડ મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચાકૂ, કપડાં સહિતના પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરી
આજે તમામ 5 આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. જોકે, કોર્ટે સુત્રધાર બાબર પઠાણ સહિત 5 આરોપીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. આ તમામ આરોપીઓને કારેલીબાગ પોલીસ મારામારીના ગુનામાં ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું. અગાઉ ત્રણ આરોપીને જેલમાં મોકલાયા હતાં
ઉલ્લેખનીય છે કે, આ ગુનાના ત્રણ આરોપીઓ સલમાન ઉર્ફે સોનુ હબીબખાન પઠાણ, મહેબુબ હબીબખાન પઠાણ, વસીમ મન્સૂરીની ધરપકડ કરી હતી. ગુરૂવારે ત્રણેના દોઢ દિવસના રિમાન્ડ પૂરાં થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટમાં રજૂ કરતા સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ
સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું કે, તપન પરમાર હત્યા કેસમાં અગાઉ ઝડપાયેલા બાબર પઠાણ સહિત 5 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ તા. 22ના રોજ પૂર્ણ થતાં હોવાથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બાબર પઠાણ સહિત તમામ 5 આરોપીના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી. આથી કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments