બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની પ્રથા દાયકાઓ જૂની છે. ઘણીવાર એક્ટર કે એક્ટ્રેસ આ અંગે ચોંકાવનારા ખુલાસા કરતાં જોવા મળે છે. ડાયરેક્ટર-પ્રોડ્યુસર કે એક્ટર પર આરોપ લાગે છે કે તેઓ ફિલ્મોમાં કામ કરાવવાના બહાને ફાયદો ઉઠાવે છે. જેના કારણે ઘણી બદનામી થાય છે. કાસ્ટિંગ કાઉચ પર બોલ્યા ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી
ફિલ્મ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીએ આ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે, ગોવાના પણજી ખાતે યોજાઇ રહેલા IFFI (ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા)ની ઈવેન્ટમાં સામેલ થયેલા ઈમ્તિયાઝના મતે આ બહુ મદદગાર નથી. તેણે કહ્યું કે તે એવી ઘણી સ્ટોરીઓ પણ સાંભળે છે જ્યાં કામના બદલામાં કોમ્પ્રોમાઈઝનો ડર લોકોના મનમાં બેસી ગયો છે. વધુમાં ઈમ્તિયાઝે કહ્યું- હું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 15-20 વર્ષથી ડાયરેક્ટર છું. મેં કાસ્ટિંગ કાઉચ વિશે ઘણું સાંભળ્યું છે અથવા તમે જે કહી રહ્યા છો કે જ્યારે કોઈ છોકરી કામ માટે આવે છે, ત્યારે તેને ડર લાગે છે. તો એવું નથી કે જે છોકરી કોમ્પ્રોમાઈઝ કરશે તેને એ રોલ ચોક્કસ મળશે. શોષણ કરનારા ઘણા હશે. જો કોઈ છોકરી ના કહી શકે અને પોતાની રિસ્પેક્ટ કરશે, તો જ અન્ય કોઈ પુરુષ તેની રિસ્પેક્ટ કરશે. ‘જે કોમ્પ્રોમાઈઝ કરે છે તે કરિયર સાથે પણ કોમ્પ્રોમાઈઝ કરે છે’
કારણ કે હું અને બીજા ઘણા લોકો પણ વિચારે છે કે શું આપણે આ વ્યક્તિને ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે નહીં. શું મને તે વ્યક્તિ માટે રિસ્પેક્ટ છે કે જેથી હું તેને કાસ્ટ કરી શકું? એ ખોટી માન્યતા છે કે જો તમે કોમ્પ્રોમાઈઝ કરશો તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારી તકો વધી જશે. મેં જોયું છે જે કોમ્પ્રોમાઈઝ કરે છે તે તેની કારકિર્દી સાથે પણ કોમ્પ્રોમાઈઝ કરે છે. ‘ક્રૂ સભ્યોના ખરાબ વર્તનને કારણે તેને હાંકી કાઢ્યા’
બોલિવૂડ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘હાઈવે’ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડ્ડા લીડ રોલમાં જોવા મળ્યા હતા. ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીએ ફિલ્મ સાથે જોડાયેલી એક કિસ્સો શેર કર્યો છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મંચ પર, ઇમ્તિયાઝ અલીએ ખુલાસો કર્યો કે તેના કરિયર દરમિયાન, તેણે ક્રૂ સભ્યોને તેમના ખરાબ વર્તનને કારણે ઓછામાં ઓછા ત્રણ વખત તેના સેટ પરથી દૂર કર્યા છે. આલિયા સાથે થયેલો અજીબોગરીબ કિસ્સો
ઈમ્તિયાઝ અલીએ કહ્યું, મારા જીવનમાં ત્રણ વાર એવું બન્યું કે જ્યારે મેં મારા સેટ પરથી ક્રૂના સભ્યોને હાંકી કાઢ્યા હોય. હું ખુશ છું કે આવું માત્ર ત્રણ જ વાર થયું છે. મને યાદ છે કે એક વાર ‘હાઈવે’ના સેટ પર આવું બન્યું હતું. અમે શૂટિંગ કરી રહ્યા હતા. આલિયા ભટ્ટ અને રણદીપ હુડા સાથે એક ગામ નજીક હાઈવે પર અને તે સમયે (2013) આલિયા માટે કપડાં બદલવા માટે વેનિટી વાનની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. એકવાર મારે એક છોકરાને સેટ પરથી પાછો મોકલવો પડ્યો કારણ કે તે આ સમય દરમિયાન આલિયાની આસપાસ રહેવાની કોશિશ કરતો હતો, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ સુરક્ષિત
આ સાથે ઇમ્તિયાઝે સેટ પર મહિલાઓની સુરક્ષા વિશે પણ વાત કરી હતી. તેણે કરીના કપૂરનો પણ ઉલ્લેખ કર્યો અને એક ઉદાહરણ આપ્યું અને સમજાવ્યું કે ‘તે જબ વી મેટ’ના સેટ પર એકદમ સુરક્ષિત હતી. ઈમ્તિયાઝે કહ્યું- મારી એક જર્ની છે. મેં નાના શહેર, મોટા શહેરમાં પણ કામ કર્યું છે. મેં થિયેટર પણ કર્યું છે, પછી હું ફિલ્મોમાં આવ્યો. મને લાગે છે કે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી મહિલાઓ સાથે જે રીતે વર્તે છે તે ખૂબ જ પ્રશંસનીય છે. જો એક ફિલ્મ યુનિટમાં 200 લોકો કામ કરે છે તો પણ તે ખૂબ જ સુરક્ષિત છે. ફિલ્મ ફેસ્ટિવલમાં આ સ્ટાર્સે આપી હાજરી
ઇમ્તિયાઝ અલી ઉપરાંત, ભૂમિ પેડનેકર, સની કૌશલ, માનુષી છિલ્લર, જયદીપ અહલાવત, શેખર કપૂર સહિત અન્ય ઘણા સ્ટાર્સે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. આ ફેસ્ટિવલ 20મી નવેમ્બરથી શરૂ થયો છે અને 28મી નવેમ્બરે પૂર્ણ થશે.